ભાવનગર તા. ૧૯
ઘોઘા તાલુકાના છાયા ગામથી ભેસુડી ગામ તરફ જવાના રસ્તે એલસીબી ટીમ વોંચ રહી ત્યાંથી ઈંગ્લીશ દારૂ ભરેલી કાર લઈ પસાર થતા બે ઈસમોને ચાર લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.
ભાવનગર એલસીબી સ્ટાફના પો.કોન્સ. જગદેવસિંહ ઝાલાને બાતમીરાહે હકિકત મળેલ કે, ઘોઘા તાલુકાના લાકડીયા ગામમાં રહેતા પ્રહલાદસિંહ ઉર્ફે કાનભા અરગસિંહ ગોહિલે તળાજામાં રહેતા ઓમદેવસિંહ હરદેવસિંહ વાળા પાસેથી પરપ્રાંત દારૂનો જથ્થો મંગાવેલ છે. તે દારૂનો જથ્થો અમદેવસિંહ હરદેવસિંહ વાળાની કબ્જાની મારૂતિ કાર નં. જી.જે.૪ બીઈ ૧ર૧૧માં ભરીને તે છાયા ગામથી ભેસુડી જવાના રસ્તા ઉપર પસાર થવાની છે. જે બાતમી આધારે બતમીની જગ્યાએ બે ખાનગી વાહનમાં જઈ વોંચમા રહેતા મારૂતિ આવતા તેને ખાનગી વાહનની આડશ કરી રોકી જોતાં ડ્રાઈવર પ્રિયાંક ઉર્ફે બાબા પ્રદિપભાઈ નાગ્રેચા (ઉ.વ.૩૦) રહે. શાસ્ત્રીનગર, નોકરીયાત, સોસાયટી, તળાજા, હાલ – નગરપાલિકા પાસે, માલાભાઈના મકાનમાં, તળાજા તથા તેની બાજુની સીટમાં બેસેલ પ્રહલાદસિંહ ઉર્ફે કાનભા અરગસિંહ ગોહિલ (ઉ.વ.૩૧) રહે. લાકડીયા તા. ઘોઘા મળી આવેલ. તેઓના કબ્જા ભોગવટાની કારની જડતી તપાસ કરતાં કારમાંથી કુલ પેટી નંગ-ર૩માં બોટલ નંગ ર૭૬ મળી આવેલ. તેની કિ.રૂા. ૮ર,૮૦૦/- તથા મારૂતિ કાર કિ.રૂા. ૩,૦૦,૦૦૦/- મોબાઈલ નંગ-૦૩ કિ.રૂા. ૧૦,પ૦૦/- મળી કુલ કિ.રૂા. ૩,૯૩,૩૦૦/-નો મુદ્દમાલ કબ્જે કરવામાં આવેલ. જે બંને આરોપીઓને ધરોણસર અટક કરેલ. જે ત્રણેય વિરૂધ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહી. એકટની અલગ-અલગ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે.
આ કામગીરીમાં ભાવનગર, એલસીબી પો.ઈન્સ. ડી.એમ.મિશ્રા, પો.સબ. ઈન્સ. એન.જી.જાડેજાની સુચના હેઠળ સ્ટાફના વનરાજસિંહ ચુડાસમા, રાકેશભાઈ ગોહેલ, જગદેવસિંહ ઝાલા, વિઠ્ઠલભાઈ બારૈયા, ભયપાલસિંહ ચુડાસમા, જયેન્દ્રસિંહ રાયજાદા વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતાં.