આ સ્માર્ટ ડિજીટલ ક્લાસરૂમના દાતાશ્રી આજ ગામના વતની અને મુંબઈ સ્થાયી થયેલા વતનપ્રેમી રંભાબા અમૃતલાલ શાહ પરિવાર તરફથી બનાવી આપવામાં આવ્યો છે. આ પરિવાર ના શ્રીમતી સુશીલાબેન પરમાનંદ શાહ તથા હીરાબેન બટુકલાલ શાહ પરિવાર અને એમની ટીમ દ્વારા ભાવનગર જિલ્લાના ચાર તાલુકા પાલીતાણા, તળાજા, મહુવા, જેસર શાળાના બાળકોને છેલ્લા ૧૫ વર્ષથી શિક્ષણના હેતુ માટે દાન આપી રહ્યા છે. તે પરિવાર વતી શ્રીમતી રેણુબેન અનિલભાઈ શાહ તથા ડૉ. મોનાબેન અમિતભાઈ શાહ તથા વૈશાલીબેન હેમંતભાઈ શાહ તથા ચિ. ડૉ.ધ્વની, ઋતુ ,ફિલીશા,કરણ અને દીપમ શાહ તરફથી આ ગુલાબચંદ ઝવેરચંદ કે.વ.શાળા, ભદ્રાવળ-૧ ને માતબર રકમનું ખૂબ જ શિક્ષણમાં ઉપયોગી એવું સ્માર્ટ ડિજિટલ બોર્ડ આપવામાં આવ્યું છે.આ રંભાબા સ્માર્ટ ક્લાસ રૂમ નું લોકાર્પણ જીતુભાઈ શાહ તથા સરપંચ બાવકુભાઇ ચોવટિયા તથા તલાટી મંત્રી દિનેશભાઈ બારૈયા તથા શાળાના આચાર્ય આપાભાઇ આહિર તથા સ્ટાફ મિત્રો તથા ગામના આગેવાનો અને શાંતિભાઈ પંડ્યાએ હાજરી આપી હતી.