211 ખેલાડી ભાઈ-બહેનોએ ક્રિકેટ, એથ્લેટીક્સ અને ચેસમાં ભાગ લીધો
મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના મેદાન ખાતે પ્રજ્ઞાચક્ષુઓનો ખેલ મહાકુંભ આજે શુક્રવારે સંપન્ન થયો હતો. જેમાં શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના ખેલાડીઓએ ઉજળો દેખાવ કર્યો હતો, જેઓ રાજ્યકક્ષાએ રમવા જશે. ભાવનગર અને બોટાદ જિલ્લાના નેત્રહીન ખેલાડીઓએ ખેલ મહાકુંભમાં ભાગ લઇ ઉજ્જવળ દેખાવ કર્યો હતો. 211 ખેલાડી ભાઈ-બહેનોએ ક્રિકેટ, એથલેટીક્સ અને ચેસમાં ભાગ લીધો હતો. ક્રિકેટમાં શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા અને નેશનલ એસોસીએશન ફોર ધી બ્લાઇન્ડની ટીમ રાજ્યકક્ષાએ રમવા જશે. જ્યારે બહેનોમાં ભગવાનજી લવજી કન્યા છાત્રાલયની પ્રજ્ઞાચક્ષુ બહેનો સુરેન્દ્રનગર મુકામે યોજાનારી ટુર્નામેન્ટમાં ભાગ લેશે.