દર વર્ષે રાજ્ય સાથોસાથ સૌરાષ્ટ્રમા ડુંગળી પકવતા ખેડૂતો ભાવ ઘટાડા મુદ્દે મોટી આર્થિક નુકશાની વેઠવી પડતી હતી પરંતુ રાજ્ય સરકારે ડુંગળી પકવતા ખેડૂતો માટે આર્થિક રાહત જાહેર કરી છે આ અંગે જીતુ વાઘાણી ઉમેર્યું કે ખેડૂતોનાં હિતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતોને સહાયરૂપ થવા માટે કિલો દીઠ રૂ. ૨/-ની સહાય આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. ચાલુ વર્ષે ડુંગળીનું ઉત્પાદન વધતા બજારમાં તેની આવક સમયે ભાવ શરૂઆતથી જ ગત વર્ષ કરતાં નીચા રહ્યા છે તેને ધ્યાને લઈને આ નિર્ણય કરાયો છે. રાજ્યમાં તા.૧ એપ્રિલ-૨૦૨૨ થી તા.૩૦ એપ્રિલ ૨૦૨૨ સુધીમાં અંદાજે ૪૫ લાખ કટ્ટા (૫૦ કિલોના) વેચાણ માટે APMC ખાતે આવવાની સંભાવના છે ત્યારે ૨૨૫૦ લાખ કિલોના રૂપિયા બે લેખે ૪૫ કરોડ જેટલી સહાય ચૂકવાશે.