લોક વિજ્ઞાન કેન્દ્ર આયોજિત કાર્યશાળામા ૧૧૦ બાળકોએ પોતાનું કૌશલ્ય બતાવ્યુ

49

હાલના આધુનિક અને ઝડપી યુગમાં સુખ-સુવિધામાં વધારો થતાં આપણા શરીર અને મગજ કસવાના કાર્યો વિસરાઈ રહ્યા છે. આજનું બાળક ટેકનોલોજી પર નિર્ભર થવા લાગ્યું છે. જે તેના ભવિષ્ય પર મોટો ખતરો સાબિત થઈ શકે છે. એમના ખોવાયેલા બાળપણને ફરી એક વખત જીવંત કરી શકાય તે માટે કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા વેકેશન સમયમાં તેઓ કાર્યરત રહે અને વિજ્ઞાનને નજીકથી સમજી શકે તે માટે વેકેશન વર્કશોપનું આયોજન કરવામાં આવે છે.
બાળકોમાં વિષય કૌશલ્ય વિકસે અને ગણિત, વિજ્ઞાન, ટેકનોલોજી જેવા વિષયો અને તેના સિદ્ધાંતોને વાસ્તવિક રીતે પ્રાયોગિક સમજુતી મેળવે તેવા હેતુથી જી. જી. સુતરીયા પ્રાથમિક શાળા, સરદાર પટેલ ટ્રસ્ટ, કાળીયાબીડ, ભાવનગર ખાતે એક દિવસીય વેકેશન વર્કશોપનું આયોજન કરવામાં આવેલ. જેમાં લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા બાળકો કાગળમાંથી રોજીંદા જીવનમાં ઉપયોગી અને વિજ્ઞાનના સૈદ્ધાંતિક પાસાઓને રમતા રમતા શીખી શકે તેવા રમકડાઓ બનાવડાવવામાં આવ્યા હતા. આ એક દિવસીય કાર્યશાળામાં કુલ ૧૧૦ જેટલા બાળકો અને શિક્ષકોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Previous articleડુંગળી પકવતા ખેડૂતોને હવે રડવાની નોબત નહીં આવે..!
Next articleટ્રેનમાંથી પડી ગયેલા પરપ્રાંતીય બાળકને સિહોર પોલીસે બચાવી વાલીને સોપ્યુ