ટ્રેનમાંથી પડી ગયેલા પરપ્રાંતીય બાળકને સિહોર પોલીસે બચાવી વાલીને સોપ્યુ

65

શિહોરથી પાલીતાણા જતી ટ્રેનમાંથી એક અજાણ્યુ પરપ્રાન્તીય બાળક પડી જતા તેની સારવાર કરાવી તેના વાલી વારસને ગણતરીની કલાકમા શોધી બાળકને તેના માતા પિતાને શિહોર પોલીસ ટીમે સોપીને સરાહનીય કામગીરી કરી હતી. શિહોર પો.સ્ટેના પો.ઇન્સ કે.ડી.ગોહીલ તથા સ્ટાફના માણસો વાહન ચેકીંગમા હતા તે દરમ્યાન જાણવા મળેલ કે શિહોરથી પાલીતાણા જતી ટ્રેનમાંથી રેલ્વે સ્ટેશન પછીના ફાટક પાસે ટ્રેન ધીરી પડતા એક અજાણ્યુ બાળક ઉ.વ. આશરે ૦૭ ટ્રેનમાંથી નીચે પડી જતા તેને માથાના ભાગે તથા હાથમા ઇજા થયેલ છે અને તે બાળક ટ્રેનમા એકલુ હોય જેના વાલી વારસ પણ સાથે ન હોય તેવી જાણકારી મળતા તુરંત કે.ડી.ગોહીલ તથા પો.સ્ટાફના માણસોએ આ બાળકને શિહોર સરકારી હોસ્પીટલે પહોચાડી સારવાર કરાવી. આ બાળકના વાલી વારસને શોધી કાઢતા આ બાળકનુ નામ ગુલશન ભગત ઉ.વ.૦૭ હોવાનુ અને તેના પિતાનુ નામ શીબુભગત દીનેશભગત રહે.અરીહંત મીલ ગામ ઘાંઘળી તા.શિહોર વાળા હોવાનુ જણાયેલ જેથી તુરંત તે જગ્યાએ જઇ આ બાળકને તેના માતા પિતાને સોંપી શિહોર પોલીસ દ્રારા સરાહનીય કામગીરી કરવામા આવેલ.

Previous articleલોક વિજ્ઞાન કેન્દ્ર આયોજિત કાર્યશાળામા ૧૧૦ બાળકોએ પોતાનું કૌશલ્ય બતાવ્યુ
Next articleસુભાષનગર વિસ્તારમાં સગીરની હત્યા પ્રકરણે એક સગીર સહિત ત્રણ આરોપીઓ ઝડપાયા