રસાકસીભરી મેચમાં દિલ્હી કેપિટલ્સનો વિજય, કોલકાતા નાઈટ રાઈડર્સનો સતત ૫મો પરાજય

400

મુંબઈ, તા.૨૮
દિલ્હી કેપિટલ્સને IPL૨૦૨૨માં ચોથી જીત મળી હતી. ટીમએ તેમની ૮મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને ૪ વિકેટે હરાવ્યું હતું. વર્તમાન સિઝનમાં ટીમે બીજી વખત કોલકત્તાને હરાવ્યું હતું. મેચમાં પહેલા રમતા દ્ભદ્ભઇએ ૯ વિકેટે ૧૪૬ રન બનાવ્યા હતા. લેફ્ટ આર્મ સ્પિનર ??કુલદીપ યાદવે ઘાતક બોલિંગ કરી. તેણે ૩ ઓવરમાં ૧૪ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી. જેના જવાબમાં દિલ્હીએ ૧૯ ઓવરમાં ૬ વિકેટે લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. વોર્નર ૪૨ રન બનાવીને આઉટ થયો હતો. કેકેઆરસતત પાંચમી મેચ હારી ગયું છે. ટીમે અત્યાર સુધી ૯માંથી માત્ર ૩ મેચ જીતી છે અને ૬માં હારનો સામનો કરવો પડ્યો છે. ત્યાં જ દિલ્હી અત્યાર સુધી ૪ મેચ હારી ગઇ છે. જોકે દિલ્હી કેપિટલ્સની ટીમ ટાર્ગેટનો પીછો કરવા માટે બહાર આવી ત્યારે તેની શરૂઆત સારી રહી ન હતી. પૃથ્વી શોને પ્રથમ બોલ પર ઉમેશ યાદવે આઉટ કર્યો હતો. નંબર-૩ પર ઉતરેલ મિચેલ માર્શ મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. તે ૭ બોલમાં ૧૩ રન બનાવીને ફાસ્ટ બોલર હર્ષિત રાણાનો શિકાર બન્યો હતો. આ મેચથી હર્ષિત આઈપીએલમાં ડેબ્યૂ કરી રહ્યો હતો. દિલ્હીએ માત્ર ૧૭ રનમાં ૨ વિકેટ ગુમાવી દીધી હતી. આજની મેચમાં કુલદીપ યાદવ (૪ વિકેટ) અને મુશ્તાફિઝુર રહમાનની (૩ વિકેટ) ચુસ્ત બોલિંગ પછી ડેવિડ વોર્નર પોવેલની શાનદાર બેટિંગની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ-૧૫માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ૪ વિકેટે વિજય મેળવ્યો છે. કોલકાતાએ ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૪૬ રન બનાવ્યા હતા.
જવાબમાં દિલ્હીએ ૧૯ ઓવરમાં ૬ વિકેટે પડકાર મેળવી લીધો હતો.

Previous articleબહેન, મમ્મી અને નણંદ સાથે કાજોલની ગર્લ્સ ડેટ
Next articleઅમારી સરકારનો સપાટો- રાજુ રદી ઉવાચ!!