યુવાનની હત્યા કરનાર માતાના પ્રેમીને આજીવન કેદ

207

દોઢેક વર્ષ પૂર્વે આખલોલ જકાતનાકા મુખ્યમંત્રી આવાસ યોજનામાં રહેતા યુવાનની હત્યાના કેસમાં રાણીકના શખ્સને ભાવનગર ડિસ્ટ્રીકટ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે જ્યારે અન્ય ત્રણ શખ્સોને શંકાનો લાભ આપી છોડી મુકવામાં આવ્યા છે. બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગત તા.૭-૮-૨૦૨૦ના રોજ આખલોલ જકાતનાકા મુખ્યમંત્રી આવાસ યોજનામાં રહેતા યોગેશ ઉર્ફે લાલો પ્રતાપભાઈ બારૈયા ઉ.વ.૨૦ નામના યુવાનની તલવાર, છરી સહિતના હથિયારો વડે હત્યા થયેલી જે અંગે મૃતકના માતા જ્યોતીબેન પ્રતાપભાઈ બારૈયાએ સોહિલ ઉર્ફે સોયલો રફિકભાઈ બગડ ઉ.વ.૨૪ રહે. રાણીકા, પારસ ઉર્ફે વાણીયો વિનોદભાઈ ગુંદીગરા, રાહુલ ઉર્ફે કાળો રાજુભાઈ બારૈયા, સાહિલ સિલુભાઈ ઝાખરા સામે ફરિયાદ નોંધાવેલ. બનાવની હકિકત મુજબ મૃતક યોગેશની માતા ફરિયાદી જ્યોતીબેનને સોહિલ ઉર્ફે સોયલા સાથે આડો સંબંધ હોય તેની જાણ પુત્ર યોગેશને થતા તેણે સોહિલ સાથે જગડો કરેલ અને તેની માતા સાથે બોલવાની ના પાડેલ આ બનાવની દાઝ રાખી ગત તા.૭-૮-૨૦૨૦ના રોજ સોહિલે પારસ, ઉર્ફે વાણીયો, રાહુલ ઉર્ફે કાળો તથા સાહિલ ઝાખરાને સાથે રાખી યોગેશની તિક્ષ્ણ હથિયારો વડે હત્યા કરી દીધેલ. આ બનાવ અંગેનો કેસ ડિસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતા સરકારી વકિલ મનોજભાઈ જાેષીની દલિલો તથા આધાર પુરાવા ગ્રાહ્ય રાખી ડિસ્ટ્રીકટ જજ આર.ટી. વચ્છાણીએ સોહિલ ઉર્ફે સોયલાને આજીવન કેદની સજા તથા રૂપીયા ૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો. અને અન્ય ત્રણ શખ્સોને પુરાવાના અભાવે છોડી મુકવામાં આવ્યા હતા.

Previous articleયુવાનને જીવતો સળગાવી દેવાના ગુન્હામાં પાલીતાણાના બે શખ્સોને આજીવન કેદ
Next articleકોળિયાક કુડા -કુડાગિરી માતાજી રોડના કામનું ખાતમુહર્ત કરવામાં આવ્યું