સ્પર્ધામાં ભાગ લેનાર દરેકને ટીશર્ટ, કેપ, સર્ટિફિકેટ અને નાસ્તો આપવામાં આવશે
ભાવનગરની સૌથી જૂની અને જાણીતી સંસ્થા રોટરી ક્લબ ઓફ ભાવનગર દ્વારા આવતીકાલે તા. 1મે અને રવિવારના રોજ ગુજરાતના સ્થાપના દિવસે સતત 15મા વર્ષે સાક્ષર ભારતના અભિયાન હેઠળ સાયક્લોથોન 2022નું આયોજન કરવામાં આવ્યું છે.આ સાયક્લોથોનમાં લોંગ રૂટ (30 કી.મી) અને શોર્ટ રૂટ (14 કી.મી) એમ બે રૂટ રાખવામાં આવેલા છે. સાયક્લોથોનની શરૂઆત સવારે 6 કલાકે રૂપાણી સર્કલથી થશે, જ્યારે ક્લોઝિંગ સેરેમની સવારે 8:30 કલાકે ગુલીસ્તા ગ્રાઉન્ડ ખાતે રાખલામાં આવી છે. દર વર્ષે અવનવા અભિયાન હેઠળ યોજાતી સાયક્લોથોનમાં આ વર્ષે સાક્ષર ભારત વિશે લોકોને જાગૃત કરવા લિટરેટ ઇન્ડિયા મેસેજ રાખવામાં આવેલો છે. આ અભિયાનમાં 8 વર્ષના નાના ભૂલકાઓથી લઈને 80 વર્ષના લોકો ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધામાં ભાગ લેનારા દરેક જણને ટીશર્ટ, કેપ, સર્ટિફિકેટ અને નાસ્તો આપવામાં આવશે. આ સાયક્લોથોનમાં મુખ્ય સ્પોન્સર તરીકે ક્રિશ ડેવલોપર્સ (બંસલ ગ્રુપ) અને કો-સ્પોન્સરશીપ તરીકે ડાયમંડ ટી.એમ.ટીનો સહયોગ પ્રાપ્ત થયેલો છે. વેન્યુ પાર્ટનર તરીકે બી.પી.એસ સ્કૂલ સાથે જોડાઇ છે.