આજે રાજુલા નજીક ઉદાસીમર્થ સંત શિરોમણી પ્રેમદાસબાપુના આદસંગ ધામે મહાથાલ તેમજ રાષ્ટ્રીય વંશાવલી સંસ્થાના અધ્યક્ષ પરમેશ્વરજી તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શંભુજીરાવના અધ્યક્ષસ્થાને વંશાવલી સંસ્થાના ૪ જિલ્લાના કાર્યકરોની અગત્યની સદસ્યતાની બેઠક યોજાઈ.
રાજુલાથી ૧૫ કી મીટર અને વિશ્વ પ્રસીધ્ધ ઉદાસી સમર્થ સંત પ્રેમદાસ બાપુના આશ્રમે દીલીપભાઈ લગ્ધીર રાજુલા તેમજ અમરૂભાઈ બારોટ રાજુલા દ્વારા બાપુનો મહીથાળ મહાપ્રસાદ તેમજ સવારે ૯ કલાકે સંત શિરોમણી શાંન્તીદાસ બાપુ(રાજકોટ) દ્વારા સમાધી પૂજન તેમજ રાષ્ટ્રીય વંશાવલી સંસ્થાના અધ્યક્ષ પરમેશ્વર બ્રહ્મભટ્ટ (બારોટ)તેમજ પ્રદેશ પ્રમુખ શંભુજીરાવ બારોટ દ્વારા દિપ પ્રાગટ્ય બાદ અગત્યની બેઠક બે સત્રમાં શરૂ થશે બપોરે મહાપ્રસાદ બાદ બપોરે બીજુ સત્ર ૧ કલાકનું રહેશે જેમા આવનાર કાર્યકરો રાજકોટ, જામનગર, જુનાગઢ, અમરેલી, મહુવા, તળાજા, ગારીયાધાર, ઉના, ખાંભા ચલ્લા, સાવરકુંડલા સહિત બહોળી સંખ્યામાં કાર્યકરોની હાજરી રહેશે જે આદસંગ ધામે ઉદાસી પ્રેમદાસબાપુએ ૭૫ વર્ષ પહેલા લીધેલ જીવતા સમાધીના દર્શન થાય છે આ તમામ કાર્યક્રમને દીપાવવા દીલીપભાઈ બારોટ, કીશોરભાઈ બારોટ, દેવકુભાઈ બારોટ, દાદાભાઈ બારોટ હરદાનભાઈ બારોટ, કનુભાઈ બારોટ તથા અમરૂભાઈ બારોટ જહેમત ઉઠાવી ગુજરાત રાજ્યના તમામ વહીવંચા બારોટ મજબુત સંગઠન દ્વારા રાજ્ય સરકારમાં પડઘો પડે છે કે હીન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવા સૃષ્ટીનું સર્જનથી આજની તારીખે માત્ર વહીવંચા બારોટ છે તો તે બ્વહુવંચા બારોટના ઉત્કર્ષ માટે આ બેઠકમાં નિર્ણય લેવાશે તેમજ આદસંગ ધામે ઉદાસી સમર્થ સંત પ્રેમદાસ બાપુની મઢીએ ચેતન ધુણો અને સમાધી દર્શન થશે.