છેલ્લા એકાદ સપ્તાહથી ગરમીનો પારો ૪૦ થી ૪૨ ડિગ્રી સુધી પહોચી જવા પામ્યો છે અને તેના કારણે લોકો તો ઠીક પરંતુ પશુ પક્ષીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે લૂં લાગવાના બનાવોમાં વધારો થયો છે.ત્યારે ગત રાત્રીને આઠેક વાગ્યાના સુમારે શહેરના કાળાનાળા ચોકમાં એક આખલાને ગરમી ચડી ગઈ હોય તેમ ભુરાયો થયો હતો. અને આમથી તેમ દોડી અનેક વાહન ચાલકો તથા રાહદારીઓને અડફેટે લીધા હતા. અને ભારે આતંક મચાવ્યો હતો. આખરે ફાયરબ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમે આવી આખલાને દોરડા વડે બાંધી દીધો હતો.