ડમ્પર સહિત મુદ્દામાલ કબ્જે કરી ખનીજચોરો વિરુદ્ધ હાથ ધરાઇ કાર્યવાહી
ભાવનગર જિલ્લામાં ખનીજ ચોરી થતી હતી પરંતુ હવે શહેરમાં પણ ખનીજચોરો સક્રિય થયા હોય તેમ પડતર જમીન પર ખનન કરી રેતી મોરમ નું વેચાણ કરતાં આસામીઓ પર તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતા ખનીજચોરો મા ફફડાટ ફેલાયો છે.
સમગ્ર બનાવ અંગે સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર શુક્રવારે સાંજે ભાવનગર ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ ને બાતમી મળી હતી કે ભાંગલીગેટ વિસ્તારમાં આવેલી સરકારી પડતર જમીન પર ખનીજચોરો એ કબ્જો જમાવી હિટાચી, જેસીબી ડમ્પર ટ્રક, ટ્રેક્ટર જેવાં સાધનોની મદદથી જમીનમાં ખોદકામ કરી રેતી મોરમ નું વેચાણ કરવામાં આવતું હતું આથી અધિકારીઓ એ સ્થળપર રેડ કરી મશીનરી સહિતનો મુદ્દામાલ કબ્જે કરી ખનીજચોરો વિરુદ્ધ કાયદાનો કડક સકંજો તૈયાર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.