સ્ટેશનરીના વ્યવસાય સાથે સંકળાયેલાં વેપારીઓ અને ઉદ્યોગકારોને વિતેલાં બે- ત્રણ વર્ષો કોરોનાને કારણે વિકટ ગયાં છે. વધુમાં પડતાં પર પાટાં સમાન ભાવનગરની જે – તે શાળાઓ દ્વારા તેમના વિદ્યાર્થીઓને તેમના કેમ્પસમાંથી જ સ્ટેશનરી ખરીદવાં ફરજ પાડે છે. જે વિદ્યાર્થીઓ અને વાલીઓને પડતરમાં મોંઘી પડે છે. આ ઉપરાંત સ્ટેશનરીના વેપારીઓને નુકશાન જાય છે. વેપારીઓની રોજી- રોટી તેનાથી છીનવાય છે. આ સંજોગોમાં શાળાઓ દ્વારા કેમ્પસમાંથી સીધી રીતે થતું સ્ટેશનરીનું વેચાણ બંધ થાય અને વેપારીઓનો ધંધો – વ્યવસાય ચાલે અને ન્યાય મળે તે માટે યોગ્ય કરવા એસો.ના પ્રમુખ હિરેન બારૈયા, હિતેશ દાંડેજા, કાળુભાઇ જાંબુચા વિગેરે હોદ્દેદારોએ કલેકટરને આવેદન પાઠવી માંગ કરી હતી..