૧ મે ૧૯૬૦ના રોજ ગુજરાતની સ્થાપના થઈ હતી .આ દિવસને ગુજરાત દિવસ, ગુજરાત દિન, ગુજરાત ગૌરવ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે .
ગુજરાતે આઝાદી પછી વિકાસની હરણફાળ ભરી છે અને ગુજરાતનું નામ વિદેશમાં ગાજતુ થયું છે. આ દરમિયાન અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે છેલ્લા ૬૨ વર્ષમાં ગુજરાત કેટલુ બદલાયુ છે. તેની સમજ મેળવી એ
ગુજરાત રાજ્યની સ્થાપનામાં મહાગુજરાત આંદોલનની મહત્તવની ભૂમિકા રહી છે. જોકે, ૧૯૫૬માં શરૂ થયેલા મહાગુજરાત આંદોલનને વેગ આપવાનું કામ બરાબર ખાંભી સત્યાગ્રહે કર્યું હતું. કેન્દ્ર સરકારે દ્વિભાષી રાજ્યનો કાયદો ઘડીને મહારાષ્ટ્ર-ગુજરાતને એક રાજ્ય જાહેર કરી દીધું હતું.
ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું.રાજ્યના નિર્માણ માટે મહાગુજરાત આંદોલનનું નિર્માણ થયું હતું .
આંદોલનની મુખ્ય નાયક ઇન્દુલાલ યાજ્ઞિક હતા જે ઇન્દુચાચા તરીકે ઓળખાય છે
ભાષાના આધારે અલગ થનાર ભારતનું બીજું રાજ્ય ગુજરાત હતું . પહેલું રાજ્ય આંધ્ર પ્રદેશ હતું
આઝાદી બાદનું ગુજરાત
૧૯૪૭માં ભારતને આઝાદી મળી અને ભારતના ભાગલા પછી સરકારે ગુજરાતના રજવાડાંઓનું ત્રણ ભાગમાં વિભાજન કર્યુ હતું. કચ્છ, સૌરાષ્ટ અને બૃહદ મુંબઇ રાજ્ય. સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડ દ્વીપકલ્પના તમામ રજવાડાંઓને ભેગા કરવામાં આવ્યા હતાં, જ્યારે મુંબઇ રાજમાં મોટા ભાગના પશ્ચિમી અને મધ્ય ભારતનો સમાવેશ થયો હતો. સ્વતંત્રતા પછી ૧૯૪૮માં મહાગુજરાત સંમેલન થયું હતું જેમાં ગુજરાતી બોલનાર વસ્તી ધરાવતા વિસ્તારે પોતાના અલગ રાજ્યની માંગ કરવામાં આવી હતી.
જોકે ૧૯૫૬માં મુંબઇ રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્રનો તથા હૈદરાબાદ અને મધ્ય પ્રદેશ રાજ્યોના કેટલાક ભાગનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નવા મુંબઇ રાજ્યના ઉત્તર ભાગમાં લોકો ગુજરાતી બોલતા હતા. જ્યારે અન્ય ભાગની ભાષા મરાઠી હતી.
૧ મે ૧૯૬૦ એ મરાઠી અલગતાવાદી પરીબળોના આંદોલનો અને મહાગુજરાત આંદોલન થકી મુંબઇ રાજ્યનું ભાષાના આધારે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોની અલગ રચના કરવામાં આવી હતી. ગુજરાતી ભાષા બોલનાર વિસ્તારમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આમ પ્રથમ વખત ગુજરાતે સ્વાયત રાજ્યનો દરજ્જો મેળવ્યો હતો. ગુજરાતનું પ્રથમ પાટનગર અમદાવાદ હતું. ૧૯૭૦માં નવા બનાવેલા શહેર ગાંધીનગરમાં રાજધાની ખસેડવામાં આવી હતી.
આ સી પ્રો ડો સચિન જે પીઠડીયા
GES class 2
સરકારી વિનયન કોલેજ ભેંસાણ