વડાપ્રધાને દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને મુખ્ય ન્યાયાધીશોની સંયુક્ત કોન્ફરન્સમાં સંબોધન કર્યું
નવીદિલ્હી,તા.૩૦
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને મુખ્ય ન્યાયાધીશોની સંયુક્ત કોન્ફરન્સમાં સંબોધન કર્યું હતુ. જેમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ, કેન્દ્રીય કાયદા મંત્રી અને તમામ ૨૫ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશો પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. અગાઉ આ કાર્યક્રમ ૨૦૧૬માં યોજાયો હતો. આ દરમિયાન મોદીએ કહ્યું હતુ કે અંગ્રેજીમાં આપેલા ચુકાદાને સામાન્ય લોકો સમજી શકતા નથી. આપણે કોર્ટમાં સ્થાનિક ભાષાઓને પ્રોત્સાહિત કરવાની જરૂર છે. આનાથી દેશના સામાન્ય નાગરિકોનો ન્યાય વ્યવસ્થામાં વિશ્વાસ વધશે, તેઓ તેની સાથે જોડાયેલા હોવાનું અનુભવશે.
આપણા દેશમાં, જ્યારે એક બાજું ન્યાયતંત્રની ભૂમિકા બંધારણના સંરક્ષકની છે, ત્યારે વિધાનસભા નાગરિકોની આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે. મને વિશ્વાસ છે કે બંધારણના આ બે પ્રવાહોનો સંગમ, આ સંતુલન દેશમાં અસરકારક અને સમયબદ્ધ ન્યાય વ્યવસ્થા માટે રોડ મેપ તૈયાર કરશે.અગાઉ, સીજેઆઇ એનવી રમણાએ કહ્યું – ન્યાયનું મંદિર હોવાને કારણે, કોર્ટે લોકોનું સ્વાગત કરવું જોઈએ, કોર્ટની અપેક્ષિત ગરિમા હોવી જોઈએ. આ કાર્યક્રમ ન્યાયતંત્રને લગતી બાબતો અને સરકાર સાથે તેના બહેતર સંબંધોના સંદર્ભમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. સીજેઆઇએ આ સાથે તેમણે કોર્ટના ચુકાદાનું પાલન કરવામાં ઉદાસીનતા દાખવવા અંગે પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો.આ અવસરે ચીફ જસ્ટિસ રમને કહ્યું હતું કે કોર્ટના ચુકાદા છતાં પણ સરકારો દ્વારા જાણી જોઈને તેનું પાલન ન કરવું એ લોકશાહી માટે સારું નથી. ઝ્રત્નૈંએ કહ્યું હતું કે જાહેર હિતની અરજીઓના દુરુપયોગ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે તે હવે જાહેર હિતની અરજીને બદલે ’પર્સનલ ઈન્ટ્રેસ્ટ લિટિગેશન’ બની ગઈ છે. પીઆઈએલનો ઉપયોગ અંગત લાભ માટે કરવામાં આવી રહ્યો છે. કાર્યક્રમની શરૂઆતમાં કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજુજુએ કહ્યું, આ કાર્યક્રમ સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે પ્રમાણિક અને રચનાત્મક સંવાદની એક અનોખી તક છે. આનાથી લોકોને નક્કર ન્યાય મેળવવામાં મદદ મળશે. ભારતના ચીફ જસ્ટિસ એન. વી. રમન્નાએ કહ્યું છે કે ઘણી વખત કોર્ટના નિર્ણય સરકાર વર્ષો સુધી લાગુ નથી કરતી. જાણીજોઈને કોર્ટના ઑર્ડર પર કાર્યવાહી ન કરવી એ દેશના હિત માટે ઠીક નથી. ઘણી વાર કાયદા વિભાગનાં સલાહ અને સૂચન વહીવટીતંત્ર દ્વારા ધ્યાનમાં લેવાતાં નહોતાં. મંચ પરથી પોતાની વાત મૂકતાં જસ્ટિસ રમન્નાએ કહ્યું, “બંધારણમાં ધારાસભા, ન્યાયતંત્ર અને વહીવટીતંત્રની જવાબદારીઓને વિભાજિત કરાઈ છે. આપણે આપણી ’લક્ષ્મણરેખા’નું ધ્યાન રાખવું જોઈએ. જો શાસનનું કામકાજ કાયદા પ્રમાણે થાય તો ન્યાયતંત્ર ક્યારે તેમના રસ્તામાં નહીં આવે. જો નગરપાલિકા, ગ્રામપંયાચત પોતાનાં કર્તવ્યનું સારી રીતે વહન કરે. પોલીસ ઉચિત પ્રકારે કેસની તપાસ કરે અને ગેરકાયદેસર કસ્ટોડિયલ યાતના કે મોત ન થાય તો લોકોને કોર્ટ આવવાની જરૂરિયાત જ નહીં પડે.”
Home National International અંગ્રેજીમાં આપેલા ચુકાદાને સામાન્ય લોકો સમજી શકતા નથી, કોર્ટ સ્થાનિક ભાષાને પ્રોત્સાહન...