દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૬૮૮ નવા કેસ સામે આવ્યા

73

દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ૧૮,૬૮૪ પર પહોંચી જ્યારે કુલ મૃત્યુઆંક ૫,૨૩,૮૦૩ પર પહોંચ્યો છે
નવી દિલ્હી, તા.૩૦
ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૬૮૮ નવા કેસ અને ૫૦ સંક્રમિતોના મોત થયા છે. શુક્રવારે ૩૩૭૭ નવા કોરોના કેસ અને ૬૦ લોકોના મોત થયા હતા. ગુરુવારે ૩૩૦૩ નવા કેસ અને ૩૯ સંક્રમિતોના મોત થયા હતા. બુધવારે ૨૯૨૭ નવા કેસ અને ૩૨ સંક્રમિતોના મોત થયા છે. મંગળવારે ૧૩૯૯ સંક્રમિતોના મોત થયા હતા. સોમવારે ૨૫૪૧ નવા કેસ અને ૩૦ સંક્રમિતોના મોત થયા હતા. રવિવારે ૨૫૯૩ કેસ નોંધાયા હતા અને ૪૪ સંક્રમિતોના મોત થયા હતા. શનિવારે ૨૫૨૭ નવા કેસ અને ૩૩ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસનો આંકડો ૧૭ હજારને પાર થઈ ગયો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ૧૮,૬૮૪ પર પહોંચી છે. જ્યારે કુલ મૃત્યુઆંક ૫,૨૩,૮૦૩ પર પહોંચ્યો છે. દેશમાં ૪,૨૫,૩૩,૩૭૭લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં ૧૮૮,૮૯,૯૦,૯૩૫ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે ૨૨,૫૮,૦૫૯ ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં ૧૬ જાન્યુઆરી, ૨૦૨૧થી રસીકરણ શરૂ થયું હતું. દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. લોકો પહેલાથી જ ચોથી લહેરને લઈને ભયભીત છે. પ્રખ્યાત વાઈરોલોજિસ્ટ ડૉ. ટી જેકબ જાને તાજેતરમાં કહ્યું કે ભારતમાં કોરોનાની ચોથી લહેરની શક્યતા અત્યંત ઓછી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. તેના પર વાઈરોલોજિસ્ટ જેકબ જાને કહ્યું કે દિલ્હી અને હરિયાણામાં છેલ્લા બે-ત્રણ સપ્તાહમાં કોરોના કેસની સંખ્યામાં થોડો વધારો થયો છે, પરંતુ આ વધારો સતત નથી થયો.

Previous article૬૦ વર્ષથી ઓછી ઉંમરના માત્ર ૧% લોકોએ બૂસ્ટર ડોઝ લીધો છે
Next articleઉ.પશ્ચિમી-મધ્ય ભારતમાં ગરમીએ ૧૨૨ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો