વિવિધ સંગઠનો દ્વારા શહેરના પાનવાડી ચોક ખાતે ધ્વજ વંદન અને શહીદ વંદના કરાઇ
ભાવનગર માં આંતરરાષ્ટ્રીય શ્રમજીવી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આજે સવારે પાનવાડી ચોક ખાતે ધ્વજ વંદન અને શહીદ વંદના કરાઇ હતી. ભાવનગર શહેર ખાતે 1લી મેં આંતરરાષ્ટ્રીય શ્રમજીવી દિવસની ઉજવણી આજરોજ પાનવાડી ચોક ખાતે અરુણભાઈ મહેતા (ગુજરાત પ્રદેશ મહામંત્રી સીટુનાઓની આગેવાનીમાં ટ્રેડ યુનિયનો, તથા વિવિધ કામદાર સંગઠનો દ્વારા આંતરરાષ્ટ્રીય શ્રમજીવી દિવસની ઉજવણી અંતર્ગત લાલ ધ્વજ ફરકાવી મહાગુજરાત આંદોલન તથા શ્રમજીવી આંદોલન અન્વયે થયેલ શહીદોની પ્રતિમાને ફુલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ અથવા લેબર ડે નો વિશ્વભરના કામદારો અને મજૂરોને સમર્પિત છે. આ દિવસને આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ અથવા વિશ્વ મજૂર દિવસ તરીકે પણ કહેવામાં આવે છે. આ દિવસ વિશ્વભરના મજૂરોનો ઉત્સવ છે. દિવસની શરૂઆતના મુળમાં મજૂર સંઘની ચળવળમાં છે, તેમને તેમના અધિકારો પ્રત્યે જાગૃત રહેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.