મોટા ખુંટવડા પોલીસ મથકના પીએસઆઈ તથા સ્ટાફે પૂર્વ બાતમી રાહે વોચમાં રહી સેંદરડાથી બેડા ગામ તરફ જવાના રસ્તેથી ઈંગ્લીશ દારૂ ભરીને જતી કાર સાથે બે ઈસમોને ઝડપી લીધા હતા જ્યારે બે શખ્સો નાસી જવામાં સફળ રહ્યાં હતા.
મોટા ખુંટવડા પો.સ્ટે.ના પોસઈ એમ.કે. ગોહિલ તથા હેડ કોન્સ. એમ.એન. ખેતલીયા, આર.એલ. રાઠોડ, પો.કોન્સ. દિલીપભાઈ વકાણી, મહાવીરભાઈ ડાંગર તથા પાંચુભાઈ ભાદરકા સાથે પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી. પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના હેડ કોન્સ. એમ.એન. ખેતલીયાને બાતમી રાહે મળેલ હકિકત આધારે સેંદરડાથી બેડા જવાના રસ્તા પાસે બાવળની કાટમાં વોચમાં હતા. દરમ્યાન સેંદરડાથી બેડા જવાના કાચા રસ્તે લાલ કલરની બ્રેજા ફોરવ્હીલ ગાડીમાં પરપ્રાંતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો લઈને મનુભાઈ ભોપાભાઈ જાજડા જાતે કાઠી ઉ.વ.૪૧ રહે.સાંગણીયા તા. મહુવા તથા માયાભાઈ ભગુભાઈ ભુવા જાતે આહિર ઉ.વ.૪૦ રહે.જુની છાપરી તા.તળાજાવાળાઓ ગે.કા. રીતે ભારતીય બનાવટનો પરપ્રાંતનો વિદેશી દારૂ બોટલ નંગ-૧૬૦ તથા બ્રેજા કાર વાહન નં.જીજે૪ સીઆર ૭પપપ તથા મો.સા.નં.જીજે ૪ સીએમ ૮૬૩૧ તથા રોકડ રૂપિયા ૮પ૦૦ તથા મોબાઈલ ફોન નંગ-ર મળી કુલ કિ.રૂા.૯,પ૭,૦૦૦ના મુદ્દામાલ સાથે બન્ને ઈસમો પકડાઈ ગયેલ અને અન્ય બે ઈસમો નાસી જઈ પ્રોહી કલમ-૬૬ બી, ૬પ એ, ઈ, ૧૧૬ બી, ૯૮ (ર), ૮૧ મુજબ ગુન્હો કરેલ છે. જે તમામ ઈસમો વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરી આગળની તપાસ મોટા ખુંટવડા પો.સ્ટે.ના પોસઈ એમ.કે. ગોહિલએ સંભાળી નાસી ગયેલ આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કરેલ.