અહિંસા નગરી પાલીતાણા ખાતે જૈન યુવક મંડળ ના સહયોગ થી બાળકો છાયામાં બેસી મધ્યાહન ભોજન કરી શકે તે માટે અને ગુરુકુલ પ્રથા મુજબ શિક્ષણ મેળવે તેવા ઉમદા હેતુથી લાકડાની બાકડીઓ અને ગાદી મળી કુલ રૂપિયા 3 લાખનું દાન મળતાં પાલીતણાની ઝવેરચંદ મેઘાણી સરકારી પ્રાથમિક શાળામાં સુવિધાનો વધારો થયો હતો. નાની બાલિકાઓ નાં હસ્તે આ શેડ નું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું હતું જ્યારે જૈન સાધુ ભગવંતો ની ઉપસ્થિતિમાં આશીર્વચન આપવામાં આવ્યું હતું બ્લોચ સમાજના પ્રમુખ મુન્નાભાઈ દ્વારા બાળકો ને વાંચન કીટ પણ આપવામાં આવી હતી.
આપા કન્ટ્રકશન દ્વારા સાડી ત્રણસો નંગ અને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી આ રીતે ભોજન અને ભજન શેડ ની વિશેષતા સાથે પ્રેમ અને કરુણાની પ્રતિજ્ઞા પણ કંડારવામાં આવી હતી. જીવ હિંસા તેમજ દરેક ધર્મ નો સાર સમજાવી માનવ કલ્યાણ નો સંદેશો પણ આપવામાં આવેલ, જૈન યુવક મંડળ હાલ પાલીતાણા માટે નશા મુક્તિ અને હિંસા મુક્તિના કાર્યો પણ કરી રહ્યું છે..
અત્રે ઉલ્લેખનીય છે કે ઝવેરચંદ મેઘાણી શાળા એ પાલીતાણા ના ખુબજ ગરીબ અને શૈક્ષણિક રીતે પછાત ગણાતા વિસ્તાર માં આવેલ શાળા છે ત્યારે આવું ઉમદા દાન એ શાળા અને શાળાના બાળકોના વિકાસમાં મહત્વનો ફાળો આપશે..