ગુજરાતીઓ માટે રાહતના સમાચાર : આગામી ૨૪ કલાક કચ્છમાં હિટવેવની સ્થિતિ યથાવત રહેશે
અમદાવાદ, તા.૧
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. તાપમાન ૪૪ ડિગ્રીએ પહોંચી ગયું છે રાજ્યમાં કાળઝાળ ગરમી પડયા બાદ એક રાહતના સમાચાર આવ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઇ રહ્યું છે. જેની અસર રાજ્યના વાતાવરણ ઉપર જોવા મળશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી ત્રણ દિવસમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે. જોકે આગામી ૨૪ કલાક કચ્છમાં હિટવેવની સ્થિતિ યથાવત રહેશે. કચ્છમાં આગામી ૨૪ કલાક હિટવેવ યથાવત રહશે અને ૨૪ કલાક બાદ ગરમીમાંથી આંશિક રાહત મળી શકે છે.જોકે, ઉત્તર પશ્ચિમના પવન બાદ આજે પવનની દિશા બદલાય છે. દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાયા છે એટલે કે, અરબી સમુદ્ર તરફથી પવન આવી રહ્યા છે. જેના કારણે હવામાં ભેજનું પ્રમાણ વધશે અને તાપમાન નીચું જશે.આગામી ૩ દિવસમાં ૨થી ૩ ડીગ્રી તાપમાન ઘટવાનું હવામાન વિભાગનું અનુમાન છે. અમદાવાદ શહેરમાં પણ તાપમાન પણ અગન વર્ષા થઈ રહી છે.આજે પણ હવામાન વિભાગનું અનુમાન છે કે, અમદાવાદમાં ૪૩ ડિગ્રી આસપાસ તાપમાન રહેશે.છેલ્લા બે દિવસથી કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.બપોર થતા રસ્તાઓ સુમસામ બની જાય છે.૨૪ કલાક બાદ તાપમાનમાં આંશિક ઘટાડો થવાની શકયતા છે. એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમી પડી.૪૫ ડીગ્રી સુધી તાપમાન પહોંચી ગયું હતું. જોકે, ઉનાળાની શરૂઆત કાળઝાળ ગરમીથી થઈ અને હિટવેવની ફિકવન્સી પણ વધી ગઈ.સામાન્ય તો ઉનાળામાં દરિયા કિનારાના વિસ્તારનું તાપમાન ૩૭ ડીગ્રી આસપાસ રહેતું હોય છે.
પરંતુ ઉનાળાની શરૂઆત થી સતત દરિયા કિનારાના વિસ્તારનું તાપમાન પણ સામાન્ય કરતા ઊંચું નોંધાયું છે. દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાતા તાપમાનમાં આંશિક ઘટાડો થશે.પરંતુ બપોરના સમયે તો કાળઝાળ ગરમીનો અહેસાસ થશે.હજુ ઉનાળો પૂરો થયો નથી.એટલે હિટવેવની આગાહી હોય કે પછી બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું થાય તો વિશેષ કાળજી રાખવી જોઈએ.જેથી હિતસ્ટ્રોકથી બચી શકાય.