ભાવનગર એસઓજી ટીમે કુખ્યાત શૈલેષ ધાંધલ્યાના સાગરીત દિલીપ ઉર્ફે સુખાને ટોપ થ્રી સર્કલ પાસેથી દેશી બનાવટની પીસ્ટલ અને ચાર જીવતા કાર્ટીસ સાથે ઝડપી લીધો છે.
ભાવનગર શહેરમાં તાજેતરમાં આંગડીયા પેઢીના કર્મચારી ઉપર ફાયરીંગ કરીને લુંટનો બનાવ બનેલ હોય તે અનુસંધાને ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પી.એલ.માલે લુંટમાં સંડોવાયેલ ઇસમોને પકડી પાડવા તથા જીલ્લામાં ગેરકાયદેસર ફાયર આર્મ્સ રાખતા ઇસમોને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને આ બાબતે ખાસ સુચના આપેલ અને ગઇકાલે એસ.ઓ.જી. પોલીસે લખુભા હોલ પાસેથી એક આરોપીને પિસ્ટલ સાથે ઝડપી પાડેલ હતો અને તે ગુન્હાની તપાસમાં પકડાયેલ આરોપી રાજુભાઇ ઉર્ફે ભાણાને તેની પાસેથી પકડાયેલ પિસ્ટલ તેને દિલીપ ઉર્ફે સુખાએ આપેલ હોવાની હકિકત જણાવેલ હતી તે અનુસંધાને ખાનગીરાહે આ દિલીપ ઉર્ફે સુખાની તપાસમાં પોલીસ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન સ્ટાફના હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકીયાને મળેલ સંયુક્ત બાતમી હકિકત આધારે શૈલેષ ધાંધલ્યાના કુખ્યાત સાગ્રીત દિલીપ ઉર્ફે સુખો બાલાભાઇ મકવાણા ઉ.વ. ૨૮ રહે. ગામ દિહોર તા. તળાજા જી. ભાવનગર વાળાને તળાજા રોડ ટોપથ્રી સર્કલ પાસેથી એક ગેરકાયદેસરની દેશી બનાવટના સીંગલ બેરલની પિસ્ટલ તથા જીવતા કાર્ટીસ નંગ-૪ સાથે ઝડપી પાડી તેના વિરૂધ્ધમાં એસ.ઓ.જી. શાખાના પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકીયાએ આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ આપી ભરતનગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ હતો અને આ કામની આગળની તપાસ એસ.ઓ.જી. પોલીસ ચલાવી રહી છે. અત્રે ઉલ્લેખનીય એ છે કે. મજકુર આરોપી દિલીપ ઉર્ફે સુખો કુખ્યાત શૈલેષ ધાંધલ્યાનો સાગ્રીત છે અને તેને અગાઉ છ માસ પહેલા જે એસ.ઓ.જી. પોલીસે એક ગેર કાયદેસરની રિવોલ્વર સાથે ઝડપી પાડેલ હતો.
આ કામગીરીમાં એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી,.પરમાર તથા પોલીસ હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ ગોહીલ, બલવિરસિંહ જાડેજા, હિતેષભાઇ મેર તથા પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકિયા, જીતેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઇ ઉલવા, નિતીનભાઇ ખટાણા વિગેરે જોડાયા હતા.