શહેરના પાનવાડી ચોક પાસેથી એસઓજી ટીમે ગુંદી ગામના શખ્સને ચોરાઉ મોટરસાયકલ સાથે ઝડપી લીધો હતો. શખ્સે શહેરના એસ.ટી. બસ સ્ટેન્ડમાંથી બાઈકનો ચોરી કર્યાની કબુલાત આપી છે.
એસ.ઓ.જી. શાખાના પોલીસ કોન્સ. રાજદીપસિંહ ગોહીલ તથા વિશ્વજીતસિંહ ઝાલાને મળેલ બાતમી આધારે ભાવનગર, પાનવાડી ચોકમાંથી આરોપી પ્રધ્યુમનસિંહ ઉર્ફે પદુભા જીતેન્દ્રસિંહ ગોહીલ રહે. ગુંદી ગામ, તા.જી. ભાવનગરવાળાને હિરો હોન્ડા સ્પ્લેન્ડર મો.સા. નંબર જીજેપ એએચ ૪૭૪૬ કિ.રૂ઼ ૧૦,૦૦૦/- સાથે ઝડપી પાડેલ અને મોટર સાયકલ બાબતે આરોપીને પુછતા મોટર સાયકલ પોતે શહેરના બસ સ્ટેન્ડ ખાતેથી ચોરી કરેલ હોવાનું જણાવેલ. જેથી મો.સા. બાબતે ખરાઇ કરતા નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે મો.સા.ની ચોરીનો ગુન્હો દાખલ થયેલ હોય કાયદેસર કાર્યવાહી કરી તેને નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ.
આ કામગીરી એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. ટી.કે. સોલંકી, પોલીસ કોન્સ. રાજદીપસિંહ ગોહીલ, વિશ્વજીતસિંહ ઝાલા, લગ્ધીરસિંહ ઝાલા, શરદકુમાર પ્રતાપરાય, યોગીનકુમાર ધાંધલ્યા જોડાયા હતા.