સરકારી કર્મચારીઓ-પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં ૩% નો વધારો

139

રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સ માટે મોટા સમાચાર : છઠ્ઠા પગારપંચના કર્મચારીઓને ૭ ટકાનો વધારો અપાશે : એરિયર્સ સાથે મોંઘવારી ભથ્થાનો લાભ ચૂકવાશે : ગુજરાત સ્થાપના દિવસે મોંઘવારી ભથ્થુ વધાર્યું
ગાંધીનગર, તા.૧
ગુજરાત સ્થાપના દિવસ પર ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ૭ ટકાનો વધારો જાહેર કર્યો છે. સાતમા પગારપંચના કર્મચારીઓને ૩ ટકાનો વધારો અપાશે. ૧ જુલાઈ, ૨૦૨૧ ની અસરથી આપવાનો સ્તુત્ય નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારના આ નિર્ણયના પરિણામે મોંઘવારી ભથ્થાના તફાવતનું ૧૦ માસનું જે એરિયર્સ કર્મચારીઓને ચૂકવવાનું થાય છે, તે બે હપ્તામાં ચૂકવવામાં આવશે. એટલે કે તફાવતની રકમનો પ્રથમ હપ્તો મે-૨૦૨૨ અને બીજો હપ્તો જૂન-૨૦૨૨ ના પગાર સાથે ચૂકવવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ગૌરવ દિવસે રાજ્ય સરકારના કર્મચારીઓ તથા નિવૃત્ત કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ૩ ટકાનો વધારો તારીખ ૧ જુલાઈ, ૨૦૨૧ ની અસરથી આપવાનો કર્મયોગી-હિતકારી નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે. આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે, તેવું પણ નિયત કરવામાં આવ્યું છે.આ નિર્ણય અનુસાર રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી કુલ ૯.૩૮ લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે. સરકારે તારીખ ૧ જુલાી, ૨૦૨૧ ની અસરથી આપવાના થતા મોંઘવારી ભથ્થામાં આ ૩ ટકા વધારાથી જે દસ મહિનાની એરિયર્સની રકમ આપવાની થાય છે, તે બે હપ્તામાં આપવાનો નિર્ણય કર્યો છે. તદુપરાંત પ્રથમ હપ્તો મે-૨૦૨૨ના પગાર સાથે અને બીજો હપ્તો જૂન-૨૦૨૨ના પગાર સાથે ચૂકવવામાં આવશે. મોંઘવારી ભથ્થાના આ વધારાના પરિણામે રાજ્ય સરકારને વાર્ષિક રૂપિયા ૧૨૧૭.૪૪ કરોડનું નાણાકીય ભારણ વધશે. નિર્ણય અનુસાર રાજ્ય સરકારના પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી કુલ ૯.૩૮ લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧ જુલાઈ ૨૦૨૧ની અસરથી આપવાના થતા મોંઘવારી ભથ્થામાં આ ૩ ટકા વધારાથી જે દસ મહિનાની એરિયર્સની રકમ આપવાની થાય છે, તે બે હપ્તામાં આપવાનો નિર્ણય કર્યો છે. જે અનુસાર પ્રથમ હપ્તો મે-૨૦૨૨ના પગાર સાથે અને બીજો હપ્તો જૂન-૨૦૨૨ના પગાર સાથે ચૂકવવામાં આવશે.
ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે મોદીએ શુભેચ્છા પાઠવી
વડાપ્રધાન મોદીએ ટ્‌વીટર પર ગુજરાતીઓને રાજ્યના સ્થાપના દિવસની શુભેચ્છાએ આપી હતી. શુભેચ્છા આપતા મોદીએ જણાવ્યું હતું કે ‘ગુજરાત દિવસની શુભકામનાઓ ગુજરાતીઓ સાહસ, સંશોધન અને વ્યાપારી કુશળાતા માટે જાણીતા છે. રાજ્ય કિર્તીની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા. જય જય ગરવી ગુજરાત
ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે રામનાથ કોવિંદે શુભેચ્છા પાઠવી
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ટ્‌વીટર પર ગુજરાતના લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમને ટિ્‌વટ કર્યું કે, ગુજરાતના તમામ નાગરિકોનું ગુજરાત સ્થાપના દિવસે હૃદયપુર્વક અભિવાદન કરું છું..!! આવનારા વર્ષોમાં પણ અવિરત પ્રગતિ અને સમૃદ્ધિ સાથે રાજ્ય ઉત્તરોઉત્તર સફળતા પ્રાપ્ત કરે એવી મનોકામના સાથે ખુબ ખુબ શુભેચ્છાઓ !

Previous articleઓલ ટાઇમ હાઇ પર પહોંચ્યું જીએસટી કલેક્શન: એપ્રિલમાં સરકારને મળ્યા ૧.૬૮ લાખ કરોડ
Next articleમુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લાના નાગરિકોને રૂપિયા ૩૬૯ કરોડના ૪૨૯ વિકાસ કામોની ભેટ