અખાત્રીજ નિમિત્તે ભાવનગરમા લગ્નોના પણ અસંખ્ય મુહુર્ત
આવતીકાલ મંગળવારે અક્ષય તૃતિયા, પરશુરામ જયંતિ સાથે ભાવનગરના જન્મદિવસની ઉજવણીનો સમન્વય સર્જાયો છે સાથે અખાત્રીજ હોય લગ્ન સહિત શુભ કાર્યના અઢળક મુહૂર્ત પણ હોય કાલે દરેક સારા કાર્યો થશે. કાલે મંગળવારે અક્ષય તૃતિયા, અખાત્રીજ, પરશુરામ જયંતિ સાથે ભાવનગરના જન્મદિનની ઉજવણી થનાર છે. બોરતળાવ ખાતે ભાવનગરના જન્મદિવસની ઉજવણીનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તો બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતિ નિમિત્તે પુજન અર્ચન સહિત વિવિધ કાર્યક્રમ યોજવામાં આવશે જયારે અખાત્રીજ પણ હોય અને લગ્ન સહિત શુભ કાર્ય માટે શ્રેષ્ઠ મુહૂર્ત હોય આવતીકાલે ભાવનગરમા અનેક લગ્ન સમારોહ તેમજ વાસ્તુપુજન, યજ્ઞ,ઉદ્ઘાટન સહિત પણ થનાર છે. આ ઉપરાંત સોનુ ખરીદવા માટે પણ આવતીકાલનો દિવસ શ્રેષ્ઠ હોય સોના ચાદીની દુકાનોમાં પણ ભારે ખરીદી રહેશે તેમ મનાય રહ્યું છે.બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામજીના શસ્ત્ર એવા ફરસીના પુજન સહિતના કાર્યક્રમો યોજાશે. લગ્ન સમારોહ પણ અસંખ્ય હોય આવતીકાલે શહેરના તમામ વાડી, પાર્ટી પ્લોટ સહિતના અગાઉથી જ બુકીંગ થઈ જવા પામ્યા છે.