ભુંભલીમાં જુના ઝગડાનું સમાધાન કરવાનું કહી ચાર શખ્સોને ઢીબી નાખ્યાની ફરિયાદ

103

રાત્રીના સમયે ધિંગાણું થતા મસમોટો પોલીસ કાફલો પહોચ્યો ઘટનાસ્થળે : ભારેલો અગ્નિ
ઘોઘા તાલુકાના ભુંભલી ગામે ગતરાત્રીના જુના ઝગડાનું સમધાન કરવાનું કહી ચાર શખ્સોને મારમાર્યાનો બનાવ બનતા મસમોટો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને બંદોેબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. રાત્રીના સમયે સર્જાયેલી મારામારીથી ગામમાં ભારે અગ્નિજેવી પરિસ્થિતી થઈ જવા પામી હતી. બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભૂંભલી ગામે રહેતા હિતેષભાઈ સુમરાને અગાઉ થયેલા ઝગડા બાબતે તા.૩૦ના રોજ મુન્નાભાઈ કથડભાઈ નામના શખ્સે લાફો મારી સમાધાન કરવાનું કહેલ જેના બીજા દિવસે દિનેશ કથડભાઈ સાતેક શખ્સોને લઈ હિતેષભાઈના ઘરે ગયેલ અને ગેરકાયેદસર મંડળી રચી જુના ઝગડાની દાઝ રાખી પ્રકાશભાઈ, દેવજીભાઈ દિનેશભાઈ સુમરા, પ્રકાશભાઈ નારણભાઈ, અરવિંદ વાલજીભાઈ ઉપર તલવાર પાઈપ ધોકા વડે મારમારી હુમલો કરી નાસી છુટેલ. આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા મસમોટો પોલીસ કાફલો ભુંભલી દોડી ગયો હતો. આ અંગેની ફરિયાદ પ્રકાશભાઈ હરીભાઈ સુમરાએ નોંધાવતા પોલીસે મુન્નાભાઈ કથડભાઈ, વિપુલભાઈ ઉનડભાઈ હરકટ, દિનેશભાઈ કથડભાઈ, વિપુલ કનુભાઈ હરકટ, રાજુ લખુભાઈ હરકટ, દિનેશ ઘોહાભાઈ માયરા તથા મુકેશ પુનાભાઈ માયડા સહિત શખ્સો સામે ગુન્હો નોંધી તેઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. મારામારીના આ બનાવથી સમગ્ર ગામમાં ભારેલા અગ્નિજેવી સ્થિતી સર્જાવા પામી છે.

Previous articleમહુવામાં યુવાન વેપારીની હત્યા
Next articleભાવનગર કાર્નિવલની ભવ્ય ઉજવણી : વોલ પેઇન્ટિંગ અને મહા આરતી કાર્યક્રમ યોજાયા