કેનેડામાં સરદાર પટેલની પ્રતિમાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું

55

વિશ્વમાં ભારતીય ગમે ત્યાં રહે, પણ ભારતીયતા ભૂલતા નથી
નવીદિલ્હી,તા.૨
કેનેડાના મરખમમાં સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાંથી વર્ચ્યુઅલી આ પ્રતિમાનું અનાવરણ કર્યું છે. મરખમના સનાતન મંદિર સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે પ્રતિમાનું ઉદઘાટન કર્યાં બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા આપણા સાંસ્કૃતિક મૂલ્યોને મજબૂત કરવા ઉપરાંત બન્ને દેશો વચ્ચેના સંબંધોનું પ્રતીક પણ બનશે. વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફથે કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. તેમણે કહ્યું કે એક ભારતીય વિશ્વમાં ગમે ત્યાં રહે, ગમે એટલી પેઢીઓથી રહેતા હોય, તેમની ભારતીયતા, તેમની ભારત પ્રત્યેની નિષ્ઠા બિલકુલ ઓછી થતી નથી. આ ભારતીયો જે પણ દેશમાં રહે પણ સંપૂર્ણ લગન અને ઈમાનદારીથી તે દેશની સેવા પણ કરે છે. મોદીએ કહ્યું કે ભારત ’વસુધૈવ કુટુંબકમ’ની વાત કરે છે. ભારત અન્યના નુકસાનની કિંમત પર પોતાના કલ્યાણનું સ્વપ્ન જોતું નથી. ભારત સમગ્ર માનવતા અને તેની સાથે સમગ્ર વિશ્વના કલ્યાણની કામના કરે છે. આજે જ્યારે આપણે ’આત્મનિર્ભર ભારત’ અભિયાનને આગળ ધપાવીએ છીએ, ત્યારે આપણે વિશ્વ માટે પ્રગતિની નવી શક્યતાઓ ખોલવાની વાત કરીએ છીએ. આજે જ્યારે આપણે યોગના પ્રસાર માટે પ્રયત્નશીલ છીએ ત્યારે આપણે વિશ્વના દરેક વ્યક્તિને ’સર્વે સંતુ નિરામ’ની શુભેચ્છા પાઠવીએ છીએ. આ અગાઉ ઁવડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર કર્યું હતું કે આજે હું મારખામમાં પટેલની પ્રતિમાનું અનાવરણ કરવા પ્રસંગે મારા વિચારો શેર કરીશ. તેમણે વધુમાં કહ્યું કે સનાતન સંસ્થાની આ પહેલ પ્રશંસનીય છે અને તે ભારત તથા કેનેડા વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને ખૂબ જ મજબૂત બનાવશે. જીસ્ઝ્રઝ્રએ જણાવ્યું કે કેનેડામાં પ્રથમ વખત સરદાર પટેલની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ ઉપરાંત આ પ્રતિમા જ્યાં સ્થાપિત કરવામાં આવી રહી છે તે વિસ્તાર હવે સરદાર ચોક તરીકે ઓળખાશે.
આ પ્રતિમાની ઊંચાઈ ૯ ફૂટ છે અને તેને ફક્ત ૩ મહિનાના અતી ટૂંકા ગાળામાં તૈયાર કરવામાં આવી છે. આ પ્રતિમા નરેશ કુમાવત દ્વારા તૈયાર કરવામાં આવી છે અને આશરે ૫૦૦ વર્ષ સુધી આ પ્રતિમાને કંઈ જ થશે નહીં, જે પંચ ધાતુમાંથી વ્યાપક સંશોધન બાદ તૈયાર કરવામાં આવી છે. ૧૯૮૫માં સ્થપાયેલી આ સંસ્થા ગ્રેટર ટોરોન્ટો વિસ્તારમાં કાર્યરત છે. આ પ્રોજેક્ટની ટોરોન્ટોના ગુજરાત સમાજ દ્વારા શરૂ કરવામાં આવી હતી.આ સંસ્થા શિક્ષણ અને સંસ્કૃતિના ક્ષેત્રમાં કામ કરે છે.એ યાદ રહે કે આ પહેલા ગોવાના પોર્ટુગલના શાસનથી મુક્ત થવાના ૬૦ વર્ષ પૂરાં થવાના અવસરે આયોજિત સમારોહમાં ભાગ લેતા વડાપ્રધાને કહ્યું હતું કે ‘સરદાર વલ્લભ ભાઈ પટેલ જો વધુ સમય જીવતા રહ્યા હોય તો ગોવા પોર્ટુગલના શાસનથી ઘણા સમય પહેલા જ મુક્ત થઈ ગયું હોત.’ પીએમ મોદીએ એ સ્વાતંત્ર્ય સેનાનીઓની પણ પ્રશંસા કરી હતી જેમણે રાજ્યની સ્વતંત્રતા માટે લડત લડી હતી. તેમાં ગોવાની બહારના લોકો પણ સામેલ હતી. ઉલ્લેખનીય છે કે ગોવા મુક્તિ દિવસ ૧૯ ડિસેમ્બરે મનાવાય છે. તટીય રાજ્ય ગોવાને ભારતીય સશસ્ત્ર દળોએ ૧૯૬૧માં પોર્ટુગલના શાસનથી મુક્ત કરાવ્યું હતું. મોદીએ કહ્યું કે જ્યારે દેશના એક મોટા ભાગ પર મુઘલોનું શાસન હતું ત્યારે ગોવા પોર્ટુગલના શાસન હેઠળ આવ્યું પણ સદીઓ પછી ન તો ગોવા તેની ભારતીયતા ભૂલ્યું અને ન તો ભારત ગોવાને ભૂલ્યું. પીએમ મોદીએ ગોવાના પૂર્વ મુખ્યમંત્રી દિવંગત મનોહર પર્રિકરને યાદ કરતા કહ્યું કે તેમણે રાજ્યની ક્ષમતા સમજી અને લોકોના કલ્યાણ માટે તેનું પોષણ કર્યું. કાર્યક્રમ દરમિયાન મોદીએ ગોવાને આઝાદ કરાવવા માટે ભારતીય સેના દ્વારા ચલાવાયેલા ઓપરેશન વિજયના સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ભૂતપૂર્વ સૈનિકોને સન્માનિત કર્યા.

Previous articleતાલાલા સહિતના ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાયા
Next articleકોઈને પણ કોરોનાની વેક્સિન લેવા મજબૂર ન કરી શકાય : સુપ્રીમ કોર્ટ