દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૧૫૭ નવા કેસ

150

૨૬ સંક્રમિતોના મોત થયા છે : દેશમાં ૪,૨૫,૩૮,૯૭૬ લોકો કોરોના સામે જંગ જીત્યા અત્યાર સુધી ૧૮૯,૨૩,૯૮,૩૪૭ રસીના ડોઝ અપાયા
નવી દિલ્હી, તા.૨
ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. દેશમાં સતત પાંચમાં દિવસે ત્રણ હજારથી વધારે કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૧૫૭ નવા કેસ અને ૨૬ સંક્રમિતોના મોત થયા છે. રવિવારે ૩,૩૨૪ નવા કેસ નોંધાયા અને ૪૦ સંક્રમિતોના મોત થયા છે. શનિવારે ૩૬૮૮ નવા કેસ અને ૫૦ સંક્રમિતોના મોત થયા હતા. શુક્રવારે ૩૩૭૭ નવા કોરોના કેસ અને ૬૦ લોકોના મોત થયા હતા. ગુરુવારે ૩૩૦૩ નવા કેસ અને ૩૯ સંક્રમિતોના મોત થયા હતા.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ૧૯,૫૦૦ પર પહોંચી છે. જ્યારે કુલ મૃત્યુઆંક ૫,૨૩,૮૬૯ પર પહોંચ્યો છે. દેશમાં ૪,૨૫,૩૮,૯૭૬ લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં ૧૮૯,૨૩,૯૮,૩૪૭ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે ૪,૦૨,૧૭૦ ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં ૧૬ જાન્યુઆરી, ૨૦૨૧થી રસીકરણ શરૂ થયું હતું. દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. લોકો પહેલાથી જ ચોથી લહેરને લઈને ભયભીત છે. પ્રખ્યાત વાઈરોલોજિસ્ટ ડૉ. ટી જેકબ જાને ગત સપ્તાહે કહ્યું કે ભારતમાં કોરોનાની ચોથી લહેરની શક્યતા અત્યંત ઓછી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. તેના પર વાઈરોલોજિસ્ટ જેકબ જાને કહ્યું કે દિલ્હી અને હરિયાણામાં છેલ્લા બે-ત્રણ સપ્તાહમાં કોરોના કેસની સંખ્યામાં થોડો વધારો થયો છે, પરંતુ આ વધારો સતત નથી થયો. ડૉ જ્હોને કહ્યું કે મારી જાણકારી મુજબ કોઈ પણ રાજ્ય કોરોનાના કેસમાં વધારો નથી થઈ રહ્યો. માર્ચ અને એપ્રિલ દરમિયાન દેશમાં કોરોના કેસની સંખ્યા ઓછી અને પ્રમાણમાં સ્થિર રહી. દિલ્હી અને હરિયાણામાં છેલ્લા બેથી ત્રણ અઠવાડિયામાં નજીવો વધારો થયો હતો પરંતુ વધારો સાતત્યપૂર્ણ રહ્યો નથી. દિલ્હીમાં એક હજાર કેસ પ્રતિ વસ્તી માત્ર ૫ લાખ જેટલા છે.

Previous articleકોઈને પણ કોરોનાની વેક્સિન લેવા મજબૂર ન કરી શકાય : સુપ્રીમ કોર્ટ
Next articleલીંબડી-અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં ચાર યુવાનોનાં મોત