સરતાનપર ગામે રહેતી એક શ્રમજીવી મહિલા પોતાની ૩ માસુમ પુત્રીઓને સાસુ-સસરાની છત્રછાયામાં છોડી પેટીયુ રળવા માદરે વતનથી દુર જવા નિકળી હતી પરંતુ આ અભાગી જનનીને ક્યાં ખબર હતી કે તેની આ અપશુકનિયાળ મુસાફરી અંતિમ મુસાફરી બનીને રહી જશે અને ત્રણ-ત્રણ ફુલ જેવી કન્યાઓને માતૃસુખથી હંમેશા માટે વંચીત રહેવાનું દુર્ભાગ્ય પ્રાપ્ત થશે. એક જ ઝાટકે કાળની થપાટ ખાતા ર૦ વ્યક્તિઓએ અનંતના માર્ગે પ્રયાણ કરી ગરીબ માવતર, સાસુ-સસરા, પતિ, ભાઈ, બહેન અને કાળજાના કટકા જેવા સંતાનોથી હંમેશ માટે દુર કરી દીધા. માતાનો મૃતદેહ ઘર સુધી પહોંચે તે પૂર્વે કુટુંબના સભ્યોએ ભારે હૈયે બાળાઓને માતા ક્ષેમકુશળ હોવાની ઘરપત આપી હતી પરંતુ માનો મૃતદેહ આંગણામાં પ્રવેશતાની સાથે માનુ મુખ જોવાની જીદે ચડેલ માસુમ બાળાઓએ ખાપણ દુર કરી માતાનો નિષ્પ્રાણ નિહાળવાની સાથે કાળ પણ કાંપી ઉઠે તેવું આક્રંદ કરી ભગવાનને ઠપકો આપ્યો હતો અને હૈયાફાંટ રૂદન કર્યુ હતું.