ભાવનગર શહેર અને જિલ્લામાં બે વર્ષ બાદ ઉમંગભેર ઇદની ઉજવણી કરાઇ

53

ભાવનગર શહેર – જીલ્લામાં આજે મુસ્લીમ બીરાદરોએ રમજાન ઇદ ‘ઈદુલફીત્ર’ની શ્રધ્ધા અને ઉત્સાહભેર ઉજવણી કરી હતી. શહેર જીલ્લાની ઇદગાહ અને જુદી જુદી મસ્જિદોમાં ઇદની ખાસ નમાઝ પઢી દુવાઓ કરી હતી. નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે લગાડીને ઇદની મુબારકબાદી પાઠવી હતી. શહેરના નવાપરા ઇદગાહ મસ્જીદ ખાતે સામુહિક રીતે ઇદની નમાઝ પઢાવવામાં આવી હતી. તે જ રીતે જુદી જુદી મસ્જિદોમાં પણ નમાઝ અદા કરવામાં આવી હતી. ઇદની નમાઝ બાદ તમામ મુસ્લિમ બિરાદરોએ કબ્રસ્તાનમાં જઇ પોતાના મર્હુમોની કબર ઉપર ફુલ ચડાવી, ફાતીહા પઢી મર્હુમોની હકમાં દુવા કરી હતી તેમજ નાના ભુલકાઓથી લઇ ‘ઇદી’ના હક્કદારોને રોકડ રકમ પણ આપવામાં આવી હતી. ઉપરાંત ગરીબ, મોહતાઝ, મીસ્કીન, લાચાર અને વિધવા બહેનોને પણ આર્થિક સહાય કરવામાં આવી હતી. તમામ મસ્જિદોમાં દુવાઓ કરવામાં આવી હતી.

જ્યારે ભાવનગર જિલ્લા જેલના તમામ મુસ્લિમ બંદીવાન ભાઇઓએ સામુહિક રીતે ઇદની નમાઝ અદા કરી હતી. આ પ્રસંગે અખ્તરભાઇ મલેકે ઇદની નમાઝ પઢાવી ઇદનું મહત્વ સમજાવ્યું હતું. જિલ્લા જેલ સુપ્રિટેન્ડન્ટ જે.આર. તરાલ, જેલર એલ.એમ. ઝાલા તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો શબ્બીર ખલાણી, કાળુભાઇ બેલીમ, સોહિલભાઇ સીદ્દી વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં. ભાવનગર શહેરના અલકા ટોકીઝ રોડ, વડવા નેરા, સાંઢીયાવાડ, શિશુવિહાર, નવાપરા તથા કુંભારવાડા સહિતના વિસ્તારોમાં રોશનીથી શણગારવામાં આવ્યા હતા. ઇદના પર્વ પર મુસ્લિમ બિરાદરો દ્વારા મિષ્ઠાન અને ખીર ખુરમાથી ખવડાવી એકબીજાને મુબારક પાઠવ્યા હતા.
આજના સોશિયલ મીડિયાના યુગમાં મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઈદ મુબારક વાદી પાઠવવી હતી.

Previous articleડ્રગ તસ્કર હૈદરના મુઝફ્ફરનગરના ઠેકાણેથી ૯૦૦ કરોડનું ડ્રગ્સ પકડાયું
Next articleકાળઝાળ ગરમી વચ્ચે આજથી શહેરમાં ૬ કલાકનો વીજકાપ