કાળઝાળ ગરમી વચ્ચે આજથી શહેરમાં ૬ કલાકનો વીજકાપ

66

બુધવારે વાઘાવાડી, ગુરૂવારે સમર્પણ અને રામમંત્ર મંદિર, શુક્રવારે ભરતનગર ફીડર હેઠળના વિસ્તારોમાં વીજ કાપ
ભાવનગરમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે, તો બીજી તરફ રિપેરીંગ કામગીરીના નામે બુધવારથી ત્રણ દિવસ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં છ કલાકનો પાવર કાપ ઝીંકવામાં આવ્યો છે. શહેરમાં છેલ્લા ઘણાં દિવસથી સમારકામના વાંકે અવાર-નવાર જુદા જુદા વિસ્તારમાં વીજકાપ જાહેર કરાઈ રહ્યો છે, ત્યારે લોકોમાં એ પણ સવાલ ચર્ચાની એરણે ચડી રહ્યો છે કે, શું ખરેખર રિપેરીંગ કામગીરી માટે જ પાવર કાપ અપાઈ રહ્યો છે કે પછી દેશમાં કોલસાની અછતને કારણે ઉભા થયેલા વીજસંકટનું પરિણામ લોકોએ ભોગવવું પડી રહ્યું છે.! પીજીવીસીએલ સિટી-૨ કચેરી દ્વારા ૬૬ કે.વી. બંદર અને ૬૬ કે.વી. સિદસર સબ સ્ટેશન નીચેના ફીડરોની લાઈન ઉપર કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી તા.૪-૫ને બુધવારે વાઘાવાડી ફીડરના સાગવાડી, શિવપાર્ક, કાળિયાબીડ-સી વિસ્તાર, નવી ભગવતી પાર્ક, જૂની ભગવતી પાર્ક (શેરી નં.૯ સિવાય), કાળિયાબીડ-ડી, પાણીની ટાંકીનો વિસ્તાર, સરકીટ હાઉસ, વાઘાવાડી રોડ, ઓશિયન પાર્ક, વૃંદાવન સોસાયટી, ગોકુલધામ શેરી નં.૧થી ૩, અવધનગર, કબીર આશ્રમ રોડ, ભગવતી સર્કલથી વિરાણી સર્કલ, વિરાણી સર્કલથી પાણીની ટાંકી સુધી, મેલડી માતાના મંદિરનો વિસ્તાર અને ભયલુભાઈની વાડી વિસ્તારમાં સવારે ૬થી ૧૨ કલાક સુધી લાઈટ કાપ રહેશે. તા.૫-૫ને ગુરૂવારે સમર્પણ ફીડરના શિવાજી સર્કલથી સુભાષનગર, લક્ષ્મી સોસાયટી, જૈન દેરાસર, રાજપૂત વાડા, સુભાષનગર ચોકથી એરપોર્ટ રોડ, લાખાવાડ, ધર્મરાજ, પીપલ્સ સોસાયટી, વી.પી. સોસાયટી, બેન્ક સોસાયટી, માનવ દર્શન-૩, ક્રિષ્ના ટાઉનશીપ, મીરાપાર્ક, અખિલેશ સર્કલ, રાધાવલ્લભ પાર્ક, મુખ્યમંત્રી આવાસ યોજના, લીલા ઉડાન સામે, રૂવા ૨૫ વારિયા, સીતારામનગર, અંબિકા પર્ક, શિવ સોસાયટી, હરિદ્વાર રેસીડેન્સી તેમજ રામમંત્ર ફીડરના કામીનિયા પાર્ક, સ્વસ્તિક વિદ્યા સંકુલ, સીતારામનગર, નક્ષત્ર પાર્ક, ઓમ-શિવમ અને મિત કોમ્પલેક્ષ, ભાગ્યોદય સોસાયટી, ભરતનગર સિંગલીયા-બે માળિયાની સામેનો વિસ્તાર, સીતારામ ચોક, હરીઓમનગર, પ્રગતિનગર, કૌશલ્યા પાર્ક-૧,૨,૩, બ્રહ્મ પાર્ક, વૃંદાવન, પુષ્પક, સિધ્ધાર્થ, આંબેડકર, અભિષેક અને યોગેશ્વર સોસાયટી, ક્રિષ્નાનગર બે માળિયા, મારૂતિનગર, કૈલાસનગર ત્રણ માળિયા, લાલા પાર્ક, ક્રિષ્ના રેસીડેન્સી, ભરતનગર, ૧૨ નંબર બસ સ્ટેન્ડ અને આર્યકુળ સ્કૂલ વગેરે વિસ્તારમાં સવારે ૬થી ૧૨ કલાક સુધી વીજ પ્રવાહ ખોરવાયેલો રહેશે. આ ઉપરાંત છઠ્ઠી મેને શુક્રવારે ભરતનગર ફીડરના તુલસી પાર્ક-ર, વંદન સસોસાયટી, જગદીશ્વર પાર્ક, લક્ષ્મીનગર, સિદસર રોડ, ચંદ્રપ્રકાશ, રામેશ્વરસ સોસાયટી, મોહનનગર, નંદવિલા બંગલો, રેખા સોસાયટી, ચૈતન્યવિલા, કામિન્યનગર, જલારામ સોસાયટી, તળાજા રોડ, નવુ-જૂનું શિવનગર, શ્રીનાથજી-૧,૨,૩, લક્ષ્મીનગર, મંગલમ હોલ, પ્રયોષા રેસીડેન્સી, ચિત્રકૂટનગર, આસ્થા હોમ્સ, મંગલમ્‌ હોલ, સીતારામનગર, અક્ષરપાર્ક, ધરમ લોક, અનંત ફ્લેટ સહિતના વિસ્તારમાં સવારે ૬થી ૧૨ પાવર કાપ ઝીંકવામાં આવ્યો છે.

Previous articleભાવનગર શહેર અને જિલ્લામાં બે વર્ષ બાદ ઉમંગભેર ઇદની ઉજવણી કરાઇ
Next articleત્યાગ, સમર્પણ, રાષ્ટ્રપ્રેમ, એકતા અને અખંડિતતાના સંસ્કાર ભાવનગરની ધરતીમાં ધડકે છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત