ઉપલબ્ધ ફોટોમાં ઓછા રિઝોલ્યુશનના કારણે એ સ્પષ્ટ રીતે જાણવા મળતું નથી કે નવા નિર્માણની સ્થિતિ શું છે
લદ્દાખ, તા.૩
ચીને એલએસી નજીક પેંગોંગ ત્સો ના દક્ષિણી તટ પર બનેલા નવા પુલની આસપાસ સંભવિત માર્ગ નેટવર્ક પર કામ શરૂ કરી દીધુ છે. આને લઈને સેટેલાઈટ તસવીર સામે આવી છે. યુરોપીય અંતરિક્ષ એજન્સી નજીક ઉપલબ્ધ ફોટોમાં ઓછા રિઝોલ્યુશનના કારણે એ સ્પષ્ટ રીતે જાણવા મળતુ નથી કે નવા નિર્માણની સ્થિતિ શુ છે. જોકે, તસવીરથી પુલના દક્ષિણી તરફ માર્ગ કાર્યને સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં પુલ પૂરો થવાનો હતો, ઉપલબ્ધ સેટેલાઈટ તસવીર આ વાતની પુષ્ટિ કરે છે કે એપ્રિલના છેલ્લા બે અઠવાડિયા દરમિયાન નવુ ગ્રાઉન્ડ કન્સ્ટ્રક્શન ઘણી હદ સુધી સામે આવ્યુ છે. અગાઉ ભારત સરકારે ચીન દ્વારા પુલના નિર્માણને ગેરકાયદે કરાર આપ્યો હતો. આ પુલનુ નિર્માણ તે ક્ષેત્રમાં કરવામાં આવી રહ્યુ હતુ જે ૧૯૬૨થી ચીનના ગેરકાયદેસર કબ્જામાં છે. ભારત સરકારે આ ગેરકાયદે કબ્જાનો ક્યારેય સ્વીકાર કર્યો નથી. સેટેલાઈટ ઈમેજથી જાણ થાય છે કે પુલનુ નિર્માણ કાર્ય ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સરોવરના ઉત્તરી કિનારાથી શરૂ થયુ હતુ.
સરકારે સંસદમાં કહ્યુ હતુ કે ચીન તરફથી પેંગોંગ સરોવર પર બનાવવામાં આવી રહેલા એક પુલ પર તેમનુ ધ્યાન છે. વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને સંસદમાં કહ્યુ કે ભારતે આ ગેરકાયદેસર કબ્જાનો પણ ક્યારેય સ્વીકાર કર્યો નથી. સરકારે કેટલીક તક પર સ્પષ્ટ કર્યુ છે કે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતનુ અભિન્ન અંગ છે અને અમે આશા કરીએ છીએ કે પાડોશી દેશ ભારતની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાનુ સન્માન કરશે. ઓગસ્ટ ૨૦૨૦માં ભારતીય સૈનિકો તરફથી પેંગોંગ સરોવરના દક્ષિણી તટ પર કેટલીક ટોચ પર કબ્જો કર્યા બાદ ચીન પોતાના સૈન્ય મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યુ છે. એક્સપર્ટસ અનુસાર પેંગોંગમાં ચીનનો આ પુલ સપ્ટેમ્બર ૨૦૨૦માં પેંગોંગ સરોવરના દક્ષિણી તટમાં કૈલાશની ટોચ પર કબ્જો કરવાના ભારતીય સેનાનુ આક્રમક પગલુ સીધો જવાબ છે.