ભાવનગર ખાતે કૃષિ ઉત્પાદક સંગઠનો અને કૃષિ સામગ્રી પેઢીઓની બેઠક યોજાઈ

61

કેન્દ્ર સરકારના કૃષિ ઉત્પાદન અને પોષણક્ષમ ભાવો માટેના અભિગમ રૂપે કૃષિ ઉત્પાદક સંગઠનોની રચનાઓ કરવામાં આવી છે, જેના સંદર્ભેમાં ભાવનગર ખાતે કૃષિ સામગ્રી પેઢીઓની સાથે બેઠક યોજાઈ હતી. ભાવનગર જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં કાર્યરત થયેલ પાંચ કૃષિ ઉત્પાદક સંગઠન (એફ.પી.ઓ.) પ્રતિનિધિઓ માટેની વ્યવસાય વિકાસ તાલીમ માટે નાબાર્ડના અધિકારી શ્રી દિપક ખલાસે તેમના વિભાગ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા અમલી સહાયક યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. કેન્દ્ર સરકારના કૃષિ ઉત્પાદન અને પોષણક્ષમ ભાવો માટેના અભિગમ રૂપે કૃષિ ઉત્પાદક સંગઠનોની રચનાઓ કરાઈ છે, જેમાં વિવેકાનંદ ગ્રામીણ તાલીમ સંસ્થા (વી.આર.ટી.આઈ.) મુખ્ય સંયોજક શ્રી મનુભાઈ ચૌધરીએ આ સંગઠનોના વ્યવસાયિક વ્યવહારો અને ખરીદી હેતુ અલગ અલગ કૃષિ ઉપકરણ, સામગ્રી, બિયારણ, જંતુનાશકો વગેરે પેઢીઓની સાથે સંપર્ક બેઠક માટે સંકલન કરી ચર્ચાઓ કરી હતી. ભાવનગર જિલ્લા બાગાયત વિભાગના અધિકારી શ્રી વાઘમશીએ સરકારની પારદર્શી યોજનાઓનો ખેડૂતો સીધો લાભ લે અને તેમાં આ સંગઠનો સહાયક બની શકે તે વાત પર ભાર મૂક્યો હતો. ભાવનગર ખાતે આ વ્યવસાય વિકાસ ક્ષમતા વર્ધન બેઠકમાં ભાવનગર જિલ્લા ખેતીવાડી અધિકારી અશોક પટેલ સાથે સંગઠન સલાહકાર તરીકે મુકેશ પંડિત જોડાયાં હતાં. જુદી જુદી પેઢીઓના ઉત્પાદનો વિશે પ્રતિનિધિઓને અપાયેલાં માર્ગદર્શનમાં શ્રી અનિલભાઈ પટેલનો સહકાર સાંપડ્યો હતો. આ કાર્યક્રમ સંચાલનમાં કિશોરસિંહ ગોહિલ રહ્યાં હત. જ્યારે સમગ્ર સંકલનમાં નરેન્દ્રસિંહ ઝાલા જોડાયાં હતાં.

Previous articleમુખ્યમંત્રી પટેલનો ભાવેણાને કોલ : કલા, સંસ્કૃતિ અને સાહિત્યની નગરી ભાવનગર વિકાસ નગરી બને તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ
Next articleરેલવે ટીકીટ ચેકીંગ સ્કવોર્ડનો સપાટો, ૧૧ હજાર લોકો પાસેથી રૂ.૮૬ લાખ દંડ વસુલ્યો