ભાવનગર જિલ્લામાં આવેલી રોલીંગમીલમા થી લોખંડના સળીયા ભરી રાજ્ય ઉપરાંત પરપ્રાંતના શહેરોમાં ડિલીવરી આપવા જતાં વાહનો માથી આ લોખંડના સળીયા ભાલ પંથકમાં એક હોટલ સંચાલક દ્વારા સસ્તાં ભાવે ખરીદી વેચી નાંખવાનું મોટું કૌભાંડ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી દોઢ કરોડના મુદ્દામાલ સાથે આઠ શખ્સોની ધડપકડ કરી હતી જયારે અન્ય ચાર શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.ભાવનગર જિલ્લાના સિહોર સહિતના તાલુકાઓમાં સેંકડો રોલીંગમીલો રાત-દિવસ ધમધમે છે આ રોલીંગમીલો મા ઉત્પાદન થતાં લોખંડના સળીયા રાજ્ય ઉપરાંત પરપ્રાંતમા સપ્લાય કરવામાં આવે છે મીલ માથી જેતે શહેરમાં પહોંચતા કરવામાં આવતા સળીયા ખરીદનાર પાર્ટી પાસે પહોંચે એ પૂર્વે અધવચ્ચે જ સુઆયોજીત નેટવર્ક દ્વારા વાહન માથી સળીયાનો કેટલોક જથ્થો ટ્રક ડ્રાઈવરો દ્વારા બારોબાર વેચી મારવાનું કૌભાંડ વર્ષોથી ચાલે છે આ કૌભાંડ પૈકી એક કૌભાંડ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને જાણ થતાં ટીમે ખાસ ઓપરેશન હાથ ધરી આખું નેટવર્ક ઝડપી લીધું છે જેમાં હકીકત એવી જાણવા મળી છે કે ભાવનગર-અમદાવાદ શોર્ટરૂટ પર ભાલ પંથકમાં આવેલ અધેલાઈ ગામની સીમમાં ગાયત્રી હોટેલ આવેલી છે આ હોટલનો સંચાલક ગિરીરાજસિંહ ભીખુભા ચુડાસમા પોતાની હોટલ ના પટાંગણમાં રોડપરથી પસાર થતી લોખંડ ભરેલી ટ્રકોના ડ્રાઈવરો તથા વાહન માલિકો સાથે સેટીંગ કરી ભરેલી ટ્રકો પોતાની હોટલ પર થોભાવી આ ટ્રકો માથી લોખંડનો કેટલોક જથ્થો સસ્તા ભાવે ખરીદી રોલીંગમીલ ધારકો તથા લોખંડ ખરીદી કરતાં આસામીઓ સાથે છેતરપીંડી આચરતા હતાં દરમ્યાન ટીમે હોટલ પર ટ્રક માથી લોખંડનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હતો એ દરમ્યાન રેડ કરી આઠ શખ્સોને ઝડપી લીધા હતા જેમાં ભવરામ કેસારામ જાટ,જેઠારામ ભીખારામ જાટ,નિતીન કૈલાસ યાદવ,મહેન્દ્ર દાસોપંડિત કુંભાર, નિકુલ ધરમશી ખસીયા, સુરેશ બટુક ચૌહાણ, ભરત ભુપત ચુડાસમા ગિરીરાજસિંહ ઉર્ફે ગિરૂભા ભીખુભા ચુડાસમા ની ધડપકડ કરી હતી જયારે અન્ય ૪ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યાં હતાં આ ઉપરાંત લોખંડના સળીયા ભંગાર મોબાઈલ ટ્રક ૯ રોકડ રકમ મળી કુલ રૂ.૧,૫૩,૭૦,૩૫૫/-નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આરોપી-મુદ્દામાલ નો કબ્જો સોંપી વધુ તપાસ હાથ ધરી હતી.