ભાવનગર-મુંબઇ અને પુના વચ્ચે વિમાની સેવાનું ટેકઓફ

64

સ્પાઇસ જેટની ફ્લાઈટ આજે સવારે નિયત સમયે લેન્ડ થયા બાદ મુંબઈ જવા કર્યું ટેકઓફ
સ્પાઇસ જેટ એરલાઇન્સ દ્વારા પૂર્વ જાહેરાત મુજબ આજે તા.૫મી મેથી ભાવનગર-મુંબઈ માટેની દૈનિક ફ્લાઇટનો પ્રારંભ કરાયો છે, જે સપ્તાહમાં શનિવાર સિવાય દરરોજ ઉડાન ભરશે. પુના ભાવનગર મુંબઇ વચ્ચે આ દૈનિક વિમાની સેવા રહેશે. જે વળતા રૂટમાં ક્રમશ ચાલશે. આજે પ્રથમ દિવસે બેઠકની ક્ષમતાના કુલ ૭૦% મુસાફરોએ મુંબઈ જવા ઉડાન ભરી હતી એર કંપનીએ જાહેર કરેલા શિડયુલ મુજબ તા.૫મી મેથી સવારે ૦૭ઃ૫૫ કલાકે પૂનાથી ઉપડી વિમાન સવારે ૦૯ઃ૦૫ કલાકે તેના નિયત ભાવનગર આવી પહોચ્યું હતું અને ભાવનગરથી મુંબઇ માટે સવારે ૦૯ઃ૫૦ કલાકે ઉડાન ભરી હતી. તેમ એરપોર્ટ ડાયરેક્ટરે જણાવ્યું હતું. જ્યારે મુંબઇથી ભાવનગર માટે ૧૩ઃ૦૫એ વિમાન ઉપડશે અને ૧૪ઃ૧૦એ ભાવનગર પહોંચશે. ભાવનગરથી પૂના માટે ૧૪ઃ૪૫એ ઉપડી અને ૧૬ઃ૦૦એ પૂના પહોંચશે. આ દૈનિક ક્રમ રહેશે. જયારે શનિવારે સેવા બંધ રહેશે. ભાવનગર-મુંબઇનું શરૂઆતનું ભાડુ ૩૫૬૩ રૂપિયા અને ભાવનગર-પૂનાનું શરૂઆતનું ભાડુ ૩૦૬૯ નક્કી થયું છે.

Previous article300મો જન્મોત્સવ રંગેચંગે સંપન્ન: ભાવનગરની જન્મદિનની ઉજવણીની પૂર્ણાહુતિમાં માનવ મહેરામણ ઉમટ્યું,
Next articleધોમધખતા તાપમાં મ્યુનિ.ના ઢોરના ડબ્બામાં છાંયડાની પર્યાપ્ત વ્યવસ્થાનો અભાવ, પશુઓની દયનિય સ્થિતિ