પ્રભુદાસ તળાવમાં યુવાનની હત્યા કરનાર ત્રણ શખ્સોને આજીવન કેદની સજા ફટકારાઇ

94

ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં એક યુવાન પર જીવલેણ હુમલો કરી મોત નિપજાવવાના ગુનામાં ત્રણ આરોપીઓને ભાવનગર એડિશનલ સેશન્સ કોર્ટે આજીવન કેદ સાથે દંડ ફટકાર્યો હતો. સમગ્ર બનાવ અંગે ભાવનગર કોર્ટ પરિસરથી જાણવા મળતી વિગતો અનુસાર ગત તા.૨૭,૬ ,૨૦૨૧ના રોજ ભાવનગર શહેરના પ્રભુદાસતળાવ વિસ્તારમાં રહેતા ગોપાલ ઉર્ફે ડોંગરની હત્યા થઈ હતી આ વાતની ખુશીમાં આ વિસ્તારમાં જ રહેતો સંજય ઉર્ફે કચોરી ખન્નાભાઈ બારૈયા ઉ.વ.૨૬ ડીજે પાર્ટી રાખવાની વાતો કરતો હોય જે બાબતની દાઝ રાખી મરણજનાર ગોપાલ ઉર્ફે ડોંગરની પત્ની રોશનીએ બે આરોપીઓ સાથે મળી ગત તા.૧૬,૮,૨૦૨૧ના રોજ મૃતક સંજય ઉર્ફે કચોરીને પોતાના ઘરે બોલાવી પ્રલોભન આપી બે વ્યક્તિની મદદથી રોશનીએ છરીના ઘા ઝીંકી હત્યા કરી લાશ જૂના બંબાખાના પાસે ફેંકી પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો જે અંગે દાખલ થયેલ ફરિયાદ ના અંતે આ કેસ ભાવનગર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જજ આર.ટી વચ્છાણીની અદાલતમાં ચાલતા ન્યાયાધીશ વચ્છાણીએ ૩૩ દસ્તાવેજી પુરાવાઓ તથા સરકારી વકીલની ધારદાર દલીલો અને સમગ્ર કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપી રોશની તથા ગણેશ ઉર્ફે રવિ ઉર્ફે ટીટી કરશન મકવાણા અને રાકેશ ભીખા રાઠોડને તકસીરવાન ઠેરવી મહિલા આરોપી સહિત બંને મદદગાર આરોપીઓને પણ આજીવન કેદની સજા સાથે પ્રત્યેકને ૧૫ -૧૫-૧૫ હજારનો દંડ ફટકાર્યો હતો.

Previous articleધોમધખતા તાપમાં મ્યુનિ.ના ઢોરના ડબ્બામાં છાંયડાની પર્યાપ્ત વ્યવસ્થાનો અભાવ, પશુઓની દયનિય સ્થિતિ
Next articleગુજરાત ગૌરવ રત્ન એવોર્ડથી સન્માનિત થયા હરિભાઈ શાહ