આજરોજ તારીખ ૦૫/૦૫/૨૦૨૨ ના રોજ સિહોર તાલુકા પંચાયત ની સામાન્ય સભા મળેલ હતી જેમાં નિષ્ફળ અને અણ આવડત ન કારણે સાશક પક્ષ ના સભ્યો એજ પ્રશ્નો ની હારમાળા વરસાવી હતી. આજની સામાન્ય સભામાં વિરોધ પક્ષ દ્વારા શાસક પક્ષ ની નિષ્ફળતા અને અણ આવડત ના કારણે અધિકારીઓ પોતાની મનમાની કરતા હોય ત્યારે આ બાબતે વિરોધ પક્ષ ના નેતા કરણસિંહ મોરી દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને ભાજપ શાસિત તાલુકા પચાયતમાં અધિકારી રાજ હોય તેમ અધિકારીઓ પોતાની મનમાની ચલાવતા હોય તે બાબતે વિરોધ પક્ષ દ્વારા આક્રમક અને ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. તદુપરાંત શાશક પક્ષના સભ્યો દ્વારા પણ રોડ, ગટર, મનરેગા, આવાસ યોજના અંગે આક્ષેપો કરવામાં આવતા ત્યાં હાજર સૌ કોઈ આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા. જ્યારે શાસક પક્ષના સભ્યો જ કામ વ્યવસ્થિત ન થતા હોવાની ફરિયાદ કરે ત્યારે તાલુકા પંચાયત કચેરીમાં કેટલી હદે વ્યવસ્થા કથળી ગયી હશે તે અનુમાન લગાવી શકાય છે. આમ આજરોજ સામાન્ય સભા તોફાની બની રહી હતી જેમાં બને પક્ષના સભ્યો દ્વારા લોકો ના કામો સરળતા થી થાય અને લોકશાહી ઢબે તાલુકા પંચાયત નો વહીવટ તે બાબતે ટકોર કરી હતી.
રિપોર્ટ મૂળશંકર જાળેલા સિહોર.