મહિલા ઉત્પીડન કેસમાં એક વર્ષથી વોન્ટેડ પરિવારને અમદાવાદથી ઝડપી લેતી લોકલ ક્રાઈમબ્રાન્ચની ટીમ

62

ભાવનગર શહેરના કણબીવાડ વિસ્તારમાં રહેતાં બે શખ્સો અને એક મહિલા વિરુદ્ધ આજથી એક વર્ષ પૂર્વે મહિલા પોલીસ સ્ટેશનમાં પુત્રવધૂ એ શારિરીક માનસિક ત્રાસ સાથે દહેજ અંગે ફરિયાદ દાખલ કરાવી હતી આ ફરિયાદ બાદ આરોપી સાસરીયાઓ નાસતા ફરતાં હોય જેને એલસીબી ની ટીમે અમદાવાદ થી ઝડપી જેલ હવાલે કર્યાં હતાં. સમગ્ર બનાવ અંગે એલસીબી કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના કણબીવાડ વિસ્તારમાં આવેલી બંબાખાના વાળી શેરીમાં રહેતા વૈભવ રાજેશ શેઠની પત્ની એ એક વર્ષ પહેલાં મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ વૈભવ સાસુ જીગીશા તથા સસરા રાજેશ બટુક શેઠ વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસ આપી દહેજની માંગ કર્યાં ની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બાદ આરોપીઓ પોલીસને ચકમો આપી નાસતા ફરતાં હોય જે અંગે એલસીબી ને માહિતી મળી હતી કે આરોપી ઓ હાલ અમદાવાદમાં રહે છે જે હકીકત આધારે ટીમે સાબરમતી વિસ્તારમાં આવેલ હર્ષનગર પ્લોટનં-૪/બી વારાહી બસ સ્ટેન્ડ પાસે રહેતા તમામ આરોપી ઓને ઝડપી મહિલા પોલીસ સ્ટેશનમાં સોંપતા પોલીસે આરોપીઓને જેલ હવાલે કર્યાં હતાં.

Previous articleસરકારી ગોડાઉન માટે આવેલો અનાજ ભરેલો ટ્રક ચિત્રામાંથી બિનવારસી મળી આવ્યો : પુરવઠા તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ
Next articleતણસા નજીક અજાણ્યા વાહનની અડફેટે બાઇક સવાર વૃદ્ધાનુ મોત