આખરે ભાવનગર Fire & Rescue ટીમને આધુનિક સાધનો આપવામાં આવ્યા

66

સીતારામ સેવા ગ્રુપ રાણીગામની સેવાની કામગીરીમા વધુ એક સફળતા મળી. અગાઉ બનેલી ઘટનાઓને કારણે આગળ જતા પણ જોખમી ઘટના ન બને તે હેતુથી ઉચ્ચ કક્ષાએ સિતારામ સેવા ગ્રુપ દ્વારા સતત રજૂઆતો કરતા આખરે ભાવનગર Fire & Rescue ટીમને આધુનિક સાધનો આપવામાં આવ્યા વધુમાં થોડા મહિના પહેલા ગારિયાધાર તાલુકાના ગુજરડા ગામની શેત્રુજય નદીમાં એક યુવક ડૂબ્યો હતો અને ત્યારે ભાવનગર Fire & Rescue ટીમની યુવકને શોધખોળ માટેની કામગીરી ખુબ જ સારી હતી પણ આધુનિક સાધનોના અભાવના લીધે અનેક અગવડો પડી હતી તેમજ શોધખોળ દરમ્યાન સાધનો ની ખામી ને કારણે ત્રીજા દિવસે લાશ મળેલ હતી રાજકોટ fire and Rescue ટીમને આગેવાન મહેશ વેગડ સીતારામ સેવા ગ્રુપ રાણીગામ દારા ઘટના સ્થળે બોલાવવામાં આવેલ અને ત્યારબાદ યુવકની લાશ બહાર કાઢવામાં આવેલ અને ત્યારબાદ મહેશ વેગડ દારા કલેકટર ભાવનગરને Fire & Rescue ટીમ ભાવનગરને તાત્કાલિક ધોરણે આધુનિક સાધનો આપવાની રજુઆત કરવામાં આવેલ જેના અનુસંધાને Fire & Rescue ટીમ ભાવનગરને આધુનિક સાધનો મળેલ છે જેથી કહી શકાય કે સીતારામ સેવા ગ્રુપ દ્વારા હંમેશા જેમ લોકપ્રશ્નો ને વાચા આપીને લોકોના પ્રશ્નોના નિરાકરણ કરવામાં આગળ આવીને સારી પ્રવુતિમય કામગીરી કરી રહી છે જેથી સીતારામ સેવા ગ્રુપને ગ્રામજનો દ્વારા બિરદાવવામાં આવ્યા છે.
રિપોર્ટ મૂળશંકર જાળેલા..

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleભાવનગર પૂર્વના ધારાસભ્ય વિભાવરીબેન દવે દ્વારા નગરજનોને, પુરાતન સંસ્કૃતિની જાળવણી કરતી એક વધુ ભેટ