ઈંગ્લીશ દારૂની ૭૪૨ પેટી ઝડપાઈ

1409

ભાવનગર શહેર અને જીલ્લો ઈંગ્લીશ દારૂ માટેનું પીઠુ બની ગયું હોય તેમ આજરોજ ભાવનગરમાંથી વરતેજ પોલીસ અને વિજીલન્સ રેકોર્ડે કુલ માળી ૧૧૬૧ પેટી ઈંગ્લીશ દારૂ ભરેલ ટોરસો ઝડપી લીધા છે.
ગાંધીનગર ડીજીપી સ્કોર્ડે પુર્વ બાતમી રાહે ઉમરાળા પોલીસ મથક તળે આવતાં ધોળા ગામ રીલાન્યાસ પેટ્રોલપંપ પાસેથી ઈંગ્લીશ દારૂ ભરેલ ટોરસ ટ્રક સાથે બે ઈસમોને ઝડપી લીધા છે.
બનાવની મળતી વિગત મુજબ ઉમરાળાના ધોળા ગામે રીલાયન્સ પેટ્રોલપંપ પાસેથી ગાંધનીગર ડીજીપી સ્કોર્ડએ પુર્વબ ાતમી આધારે રાજય બહારથી ઈંગ્લીશ દારૂ ભરેલ ટાટા ટોરસ ટ્રકને અટકાવી તપાસ કરતાં ઈંગ્લીશ દારૂની કુલ ૭૪ર પેટી મળી આવી હતી. પોલીસે મસમોટો ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે ટોરસનો ચાલક મુકેશ સુરજભાણ (ઉ.વ.ર૪) રે. નારપુર, માંજરા, તા. ગન્નારે જી. સોનીપત રાજય, હરીયાણા અને કિલ્નર નીરજ રાઘેશ્યામ શ્રીવાસ્તવ (ઉ.વ.ર૬) રે. નીદોહ, વિશ્વવેશર, મંજજી, બહરાઈપ રીનયાપુર, ઉત્તરપ્રદેશ વાળાને દારૂની કી રૂા. ૩૭ લાખ ૧પ હજાર ટોરસ ટ્રકની કિ.રૂા. આશરે ર૦ લાખ રોકડ રૂા. ર૪૦૦ બે મોબાઈલ કિ.રૂા. ૩ હજાર મળી કુલ રૂા. પ૭ લાખ ર૦ હજાર ૪૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જયારે આ મસમોટો જથ્થ્‌ મોકલનાર ઈકકો કારનો ચાલક સોનું કાર લઈ ફરાર થવામાં સફળ રહ્યો હતો. વીજીલ્યન્સ સ્કોર્ડે બન્ને શખ્સો તથા માલ મોકલનાર અને માલ લેનાર શખ્સો વિરૂધ્ધ પ્રો.હી. એકટ ૬પ-એઈ, ૮૧, ૯(ર) મુજબ ઉમરાળા પોલીસ મથકમાં ફરિયાદ આપી વધુ તપાસ હાથ ધરી હતી.

 

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleજોગીવાડની ટાંકી પાસેના મકાનમાં ચાલતું જુગારધારમાં રેડ : ૮ જબ્બે