ભાવનગરના વરતેજ પોલીસ મથક તળે આવતા કરદેજ ગામથી ઉંડવી જવાના રસ્તે ખોડીયાર નદીના નાળા પાસેથી વરતેજ પોલીસ સ્ટાફે પૂર્વ બાતમી રાહે વોચમાં રહી અમદાવાદથી ભાવનગર તરફ ઈંગ્લીશ દારૂનો મસમોટો જથ્થો ભરીને આવતું ડમ્પરને ઝડપી લીધુ હતું. જ્યારે પોલીસને જોઈ ડમ્પરનો ચાલક નાસી છુટ્યો હતો.
પોલીસ અધિક્ષક પી.એલ.માલ તથા ઇન્ચાર્જ નાયબ પો.અધિ. ડી.ડી. ચૌધરીની સુચના અને માર્ગ દર્શન મુજબ આંતર રાજ્ય તથા રાજયની બોર્ડર ઉપરના જીલ્લાઓમાંથી ટ્રકમાં દારૂ છુપાવી ભાવનગર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ઇંગ્લીશ દારૂ ચોરી છુપીથી સપ્લાય થતો હોય જે બાબતે ભાવનગરના પ્રવેશદ્વાર વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સતર્ક રહી ઇંગ્લીશ દારૂ સપ્લાય કરતા ઇસમોના નેટવર્કનો પર્દાફાશ કરવા પો.અધિ. તરફથી સુચના અને સીધા માર્ગદર્શન મુજબ વરતેજ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ આર.પી. ચુડાસમાને પોતાના બાતમીદારોથી ચોકકસ હકીકત મળેલ કે અમદાવાદ તરફથી એક જી.જે.૦૧. પાસીંગનુ ડમ્પર ભાવનગર તરફ ઇંગ્લીશ દારૂ ભરીને આવે છે. જે હકીકત મળતા પો.સબ.ઇન્સ આર.પી. ચુડાસમા દ્વારા અલગ અલગ ટીમ બનાવી ખાનગી વાહન તથા સ.વા. સાથે પો.સ્ટે. વીસ્તાર અમદાવાદ તરફના રોડ ઉપર સખત પેટ્રોલીંગ/વોચ રાખતા રાત્રીના કરેદજથી ઉંડવી તરફ જતા ખોડીયાર નદીના નાળાથી સહેજ આગળ જી.જે.૦૧.પાસીંગનુ ડમ્પર શંકાસ્પદ હાલતમા ક્રોસ થતા જેનો પછો કરતા ડમ્પરનો ચાલક ડમ્પર મુકી નાશી ગયેલ જે ડમ્પમા તપાસ કરતા ઇંગ્લીશ દારૂની પેટી નંગ ૪૧૯ જે બોટલો નંગ ૫૦૨૮ કી.રૂ.૧૫,૦૮,૪૦૦/- તથા ડમ્પર કી.રૂ.૧૦,૦૦,૦૦૦/- મળી કુલ કી.રૂ.૨૫,૦૮,૪૦૦/- નો મુદામાલ કબ્જે કરી નાશી જનાર ટ્રક ચાલક તથા તપાસ દરમિયાન ખુલે તે તમામ સામે ધોરણસર ગુનો દાખલ કરાવેલ છે. આ કામગીરીમા સર્વેલન્સ સ્કોડના રાજેન્દ્રસિહ સરવૈયા, નીરૂભા જાડેજા, હરપાલસિહ રાણા, વીશ્વરાજસિહ વાધેલા, નરેન્દ્રસિહ ગોહીલ, દેવેન્દ્રસિહ જાડેજા, કીરીટભાઇ સોરઠીયા, રાયટર તથા મનુભાઇ દીહોરા, પ્રુથ્વીરાજસિહ રાયજાદા, મુકેશભાઇ ડોડીયા જોડાયા હતા.