ત્રિ-દિવસીય પાટોત્સવ દરમ્યાન અનેક વિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે
ભાવનગરના વડવા ખડીયા કુવા ચોક પાસે બહુચર મિત્ર મંડળ દ્વારા બહુચર માતાજીનો 18 મો પાટોત્સવ તથા અખંડ આનંદ ગરબા ત્રિ-દિવસીય વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા પ્રથમ દિવસે શનિવારના રોજ જળયાત્રા યોજાઈ હતી. આ ત્રણ દિવસ દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
શહેરના વડવા ખડીયા કુવા ચોક પાસે આવેલા બહુચર માતાજીના મંદિરના 18મો પાટોત્સવની ત્રિ-દિવસીય ઘામઘુમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં પ્રથમ દિવસે જળયાત્રા યોજાઈ હતી. જે શહેરના જશોનાથ મંદિરેથી પસ્થાન કરી વોશિંગ ઘાટ, પાદરદેવકી, વડવા ચોરા થઈ મંદિર ખાતે પૂર્ણાહુતિ થઈ હતી. આ જળયાત્રામાં ભાવિક ભક્તો ગરબે જુમ્યા હતા અને અનેરો આનંદ લીધો હતો. ત્રિ-દિવસીય પ્રસંગેમાં આજે સાંજે 7 કલાકથી આવતીકાલ સુધી આનંદ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ તા.9-5-2022ના રોજ સવારે 08:30 કલાકથી મહાયજ્ઞ અને સાંજે 5:30 કલાકે શ્રીફળ હોમવામાં આવશે. તેમજ સાંજે 6.30 કલાકથી રાત્રીના 10.00 કલાક સુધી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગરની ધર્મપ્રિય જનતાને લાભ લેવા મંડળ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.