ભેજનુ પ્રમાણ ઘટતા બફારો ઘટ્યો, ૧૪ કીમીની ઝડપે ગરમ પવન ફૂકાયો
ભાવનગરમા છેલ્લા ત્રણેક દિવસના મહતમ તાપમાનમાં થયેલા ઘટાડા બાદ શુક્રવારે તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થતા શહેરમાં ફરીથી ગરમીનુ સામ્રાજય ફેલાવા પામ્યુ છે. જોકે ભેજનુ પ્રમાણ ઘટતા બફારો ઓછો થયો છે તેની સામે તેજ ગતિએ ગરમ પવન ફૂકાવાના કારણે લોકો દિવસ ભર ભઃરે પરેશાન રહ્યા હતા. ભાવનગરમા છેલ્લા ત્રણ-ચાર દિવસથી હીટવેવની આગાહી બાદ તાપમાન ઘટ્યું હતું પરંતુ દક્ષિણ તરફથી ફૂકાતા દરિયાઈ પવનના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું હતુ જેના કારણે અસહ્ય બફારો થવા લાગેલ પરંતુ હવે ફરી પવનની દીશા બદલાઈ રહી હોય ઉતર તરફથી સુકા પવન ફૂકાવાનુ શરૂ થઇ રહ્યું હોય ભેજનુ પ્રમાણ ઘટવા પામ્યુ છે. અને તાપમાનમાં વધારો થયો છે જેના લીધે ફરીથી ગરમી લાગી રહી છે. સાથે સરેરાશ ૧૪ કીમીની ઝડપે પવન ફૂકાયો હોય લૂ નો અનુભવ પણ થવા પામ્યો હતો. બુધવારની સરખામણીએ ભાવનગરમા મહતમ તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થતા દિવસનુ તાપમાન ૩૯.૭ ડિગ્રી થવા પામ્યું છે અને રાત્રનુ તાપમાન પણ ૨૮.૨ ડિગ્રી રહ્યું હતું. વાતાવરણમાં થઈ રહેલા ફેરફારથી હવે ગરમી ફરીથી વધશે તેવુ મનાઇ રહ્યું છે અને તાપમાનમાં બે ડિગ્રીના વધારા સાથે ગરમીનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં તાપ તથા લૂ થી બચવા લોકોએ સ્વયમ સચેત રહેવા અને કારણ વિના બપોરના સમયે બહાર ન નિકળવુ હિતાવહ છે.