ભાવનગરમાં વિકટોરીયા પાર્કની દિવાલ ફરતે શહેરના જુદા જુદા કલાકારોએ ચિત્રો દોરી કલાના ઓજસ પાથર્યા હતાં. બહારથી આવતા પ્રવાસીઓ માટે ચિત્રોથી સજ્જ વિકટોરીયાની દિવાલ આકર્ષણરૂપ રહી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહી ધીમે ધીમે દબાણો વધી રહ્યા છે. લારી-ગલ્લા-કેબીનો મુકી દબાણો થઇ રહ્યા છે. તંત્ર સમયસર નહીં જાગે તો આ દબાણો ઘર કરી જશે તેમા શંકાને સ્થાન નથી. અધુરામાં પુરૂ સાઇકલ ટ્રેક પણ દબાયો છે પરંતુ મ્યુનિ. તંત્ર જાગતું નથી. સાઇકલ ટ્રેક બનાવવા માટે લાખોનો ખર્ચ કરી જેટલી ઉત્સુક્તા દેખાડાઇ તેટલી ઉત્સુક્તા દબાણો દુર કરવામાં તંત્ર કે શાસકોને નથી.