ઓડિશા સરકારે ૧૮ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું : પશ્ચિમ બંગાળના પુરુલિયામાં અસર, વરસાદ અને વાવાઝોડાની શરૂઆત : લોકો માટે જારી કરાઈ એડવાઈઝરી
ભુવનેશ્વર, તા.૭
ચક્રવાતી તોફાન અસાનીના ખતરાને જોતા ઓડિશા સરકારે ૧૮ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી ૪૮ કલાકમાં ૪૦-૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાઈ શકે છે. ખતરાને જોતા સરકારે દ્ગડ્ઢઇહ્લની ૧૭ ટીમો અનેર્ ંડ્ઢઇછહ્લની ૨૦ ટીમો તૈનાત કરી છે. ફાયર બ્રિગેડની ૧૭૫ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. ચેતવણી જારી કરતા હવામાન વિભાગે કહ્યું છે કે પુરી, ઢેંકનાલ અને ઉત્તર કોસ્ટલ ઓડિશાના ઘણા જિલ્લાઓમાં શુક્રવારથી શનિવાર સુધી ભારે પવન ફૂંકાઈ શકે છે. આંદામાન સમુદ્રમાં ઓછા દબાણને કારણે ચક્રવાતની ગતિ શુક્રવારે જ જાણી શકાશે. તો બંગાળમાં ચક્રવાતની અસર દેખાવા લાગી છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને વરસાદ બાદ લોકોને ઘરમાં જ રહેવા માટે કહેવામાં આવ્યું છે. IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે ૮ મે સુધીમાં ચક્રવાત બંગાળની ખાડીમાં પ્રવેશ કરશે. આ પછી તેની સ્પીડ ૭૫ કિમી પ્રતિ કલાક થઈ શકે છે. અમે ફક્ત તેના પર નજર રાખી રહ્યા છીએ. ચક્રવાતી તોફાન અસાનીની અસર પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, ઝારખંડ, ઉત્તર-પૂર્વના રાજ્યોમાં જોવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, ઓડિશા છેલ્લા કેટલાક સમયથી ચક્રવાતનો સામનો કરી રહ્યું છે. રવિવાર સાંજ સુધીમાં અસાની વધુ તીવ્ર બનીને ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની શક્યતા છે. હવામાન વિભાગે ચક્રવાતી વાવાઝોડાની સંભવિત રચનાને ધ્યાનમાં રાખીને આવતા સપ્તાહે મંગળવારથી શુક્રવાર સુધી ગંગાના પશ્ચિમ બંગાળના જિલ્લાઓમાં વાવાઝોડા અને ભારે વરસાદની ચેતવણી પણ આપી છે. ઓડિશા સરકારે જણાવ્યું હતું કે આગાહીને પગલે ટીમોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી હતી. આ પ્રદેશમાં છેલ્લા ત્રણ ઉનાળામાં ચક્રવાત જોવા મળ્યા છે – ૨૦૨૧માં ’યસ’, ૨૦૨૦માં ’અમ્ફાન’ અને ૨૦૧૯માં ’ફેની’. હવે આ વખતે આ ચક્રવાત અસાની હશે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે વાવાઝોડું ૧૦ મેના રોજ દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે. મહાપાત્રાએ કહ્યું કે, અમે હજુ સુધી કોઈ આગાહી કરી નથી કે તે ક્યાં લેન્ડફોલ કરશે. અમે લેન્ડફોલ દરમિયાન પવનની સંભવિત ગતિ વિશે પણ કંઈપણ ઉલ્લેખ કર્યો નથી. ઓડિશાના વિશેષ રાહત કમિશનર (SRC) પીકે જેનાએ જણાવ્યું હતું કે, “અમે NDRF(નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની ૧૭ ટીમો,ODRAF (ઓડિશા ડિઝાસ્ટર રેપિડ રિસ્પોન્સ ફોર્સ)ની ૨૦ ટીમો અને ફાયર વિભાગના કર્મચારીઓની ૧૭૫ ટીમોની માંગણી કરી છે.