ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં રૂા.૫૦નો વધારો

60

દેશભરમાં રાંધણગેસના ભાવમાં કમરતોડ વધારો ઝીંકાયો : રાંધણ ગેસનો નવો ભાવ ૯૯૯.૫૦ થયો છે, જ્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડર ૨૩૬૪.૫૦ રૂપિયામાં મળશે, ગૃહિણીઓ પર મોંઘવારીનો વધુ એક માર
નવી દિલ્હી, તા.૭
ગૃહિણીઓ પર વધુ એક મોંઘવારીનો માર ઝીંકવામાં આવ્યો છે. ઘર વપરાસના રાંધણગેસની કિંમતમાં ફરી એક વાર વધારો કરવામાં આવ્યો છે. આજે (શનિવારે) ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૫૦ રૂપિયાનો વધારો થયો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરની વધેલી કિંમત આજથી દેશભરમાં લાગુ કરવામાં આવી છે. ન્ઁય્ સિલિન્ડરના ભાવમાં ૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આજથી જ દેશમાં નવો ભાવવધારો અમલી કરવામાં આવ્યો છે. ૧૪.૨ કિલોના સિલિન્ડરની કિંમત ૫૦ રૂપિયા વધી ગઈ છે. હવે રાંધણ ગેસનો નવો ભાવ ૯૯૯.૫૦ રૂપિયા થયો છે. જ્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડર હવે ૨૩૬૪.૫૦ રૂપિયામાં મળશે. જણાવી દઈએ કે આ પહેલા ૨૨ માર્ચે ઘરેલુ એલપીજીની કિંમતમાં ૫૦ રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ દિલ્હીમાં સબસિડીવાળા ૧૪.૨ કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત ૯૪૯.૫૦ રૂપિયા પર પહોંચી ગઈ હતી. આજે કિંમતમાં વધારો કર્યા પછી દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત હવે ૯૯૯.૫૦ રૂપિયા થઈ ગઈ છે. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા પણ ન્ઁય્ સિલિન્ડરની કિંમતમાં વધારો કરાયો હતો, ત્યારે હવે આજથી ફરી ઘરેલુ ન્ઁય્ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે, તેવામાં જનતાને મોંઘવારીનો બેવડો માર પડ્યો છે.

Previous articleઅગરબત્તી સળગાવી, ગેસ સિલિન્ડરને હાર પહેરાવી કોંગ્રેસે મોદી સરકારને ઘેરી
Next articleસીસીટીવી કેમેરાની નજરમાં ધો. ૧૦ માં ૮૫ અને ધો. ૧૨ માં ૫૧ ગેરરીતિ શંકાસ્પદ