તળાજામાં આશુતોષ અન્નક્ષેત્ર દ્વારા ઝૂંપડપટ્ટીના બાળકોને ચપ્પલ વિતરણ

36

આશુતોષ અન્નક્ષેત્ર તળાજા દ્વારા છેલ્લા ત્રણ વરસથી એક પણ દિવસ ચુક્યા વગર નિરાધારો, પાગલ અને ઝૂંપડપટ્ટીમાં નિયમિત શિવ કથાકાર ભરદ્વાજબાપુ તેમજ તેમનો પરિવાર જાતે સ્વાદિષ્ટ ભોજન બનાવી અને પીરસવા જાય છે તેમજ દાતાશ્રી ની સખાવતથી મહિનામાં ૫ વાર બાળકો ને રમકડાં આપે છે સાથે સાથે જરૂરિયાતમંદ માટે વસ્ત્રોનું દાન પણ કરાય છે. આજે ઝૂંપડપટ્ટી ના બાળકો ને કેવલ મોદી, સંજયભાઈ સોની, જાવડ શાહ, તીર્થરાજ ગઠવી, નિલ મોદી, કનુભાઈ સોની તરફથી ચપ્પલ વિતરણ કરવામાં આવ્યાકોરોનાકાળ દરમિયાન દરેક હોસ્પિટલમાં સવાર ,બપોર અને સાંજ ટિફિન સેવાઓ પણ આપી હતી.અને માસ્ક તથા સેનીટાઇઝર, અભ્યાસ કીટ , રાશનકીટ , ધાબળા, વાસણ, સગર્ભા બેનો માટે કીટ, વગેરે પૂરું પાડે છે. અનેક વાર બલ્ડ ડોનેશન કેમ્પ રાખે છે. કુદરતી આફત માં આ સંસ્થા ના સંયમ સેવક સતત સેવા માં હોય છે જન્મ દિવસ, લગ્ન દિવસ, પુણ્ય તિથિ વગેરે માં લોકો ઝૂંપડપટ્ટી ના બાળકો ને સ્વાદિષ્ટ ભોજન આપી ને ભગીરથ કાર્ય કરી રહ્યા છે સંસ્થા દ્વારા ઉત્તમ પ્રવૃત્તિ માટે સર્વશ્રેષ્ઠ કામગીરી બદલ અનેક એવોર્ડ પણ મળી ચુક્યા છે.

Previous articleઢસામાં મહિલા મંડળ દ્વારા ભાગવત કથા
Next articleઋષિકેશ ખાતે રામેશ્વરબાપુ હરિયાણીના વ્યાસાસને યોજાઈ ભાગવત કથા