ઋષિકેશ ખાતે રામેશ્વરબાપુ હરિયાણીના વ્યાસાસને યોજાઈ ભાગવત કથા

330

પરમાર્થ નિકેતન ઋષિકેશ ખાતે શ્રીમદ્દ ભાગવત કથાનું સુંદર આયોજન થઈ ગયું. દેવભૂમિ ઋષિકેશ ખાતે સ્વામી ચિદાનંદ મહારાજના સાનિધ્યમાં રામેશ્વરબાપુ હારિયાણીએ કથામૃત પાન કરાવ્યું. અહીં હરિચેતનાનંદજી મહારાજ, ઋષિશ્વરાનંદજી મહારાજ, હઠયોગીજી મહારાજ, દુર્ગાદાસજી મહારાજ, વિષ્ણુદાસજી મહારાજ તથા લોકેશદાસજી મહારાજ વગેરે સંતો, વિદ્વાનો અને મહાનુભાવો જોડાયા હતા. યજમાન શ્રી રમેશભાઈ ભરવાડના આયોજન સાથે સોમવાર તા.૨થી રવિવાર તા.૮ દરમિયાન ભાવિક શ્રોતાઓને લાભ મળ્યો.

Previous articleતળાજામાં આશુતોષ અન્નક્ષેત્ર દ્વારા ઝૂંપડપટ્ટીના બાળકોને ચપ્પલ વિતરણ
Next articleબી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાનાં બાળકો દ્રારા વિરાટ વ્યસનમુક્તિ અભિયાન અને બાલિકાઓ દ્રારા પ્રકૃતિ સંવર્ધન અભિયાનનો પ્રારંભ