તાજેતરમાં સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના રબારી સમાજ મારફતે, તલોદ મુકામે આવનાર સમય સાથે સમાજના વિદ્યાર્થી ભાઇ-બહેનો કદમ મિલાવીને, સ્પર્ધાત્મક પરીક્ષાઓ મારફતે પોતાની કારકિર્દી બનાવી શકે અને તે માટે ઘર-આંગણે જ તમામ સુવિધાઓ વિના-વિલંબે મળી રહે, તેવા ઉમદા આશયથી, રબારી સમાજના બહુહેતુક શૈક્ષણિક સંકૂલના નિર્માણ અંગે ભૂમિ-પૂજન, દાતાઓનો સન્માન તેમજ છેલ્લાં બે વર્ષમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ મારફતે સરાકારશ્રીની વિભિન્ન જગ્યાઓ પર પસંદગી પામનાર ભાઇઓ-બહેનોને બિરદાવવા અંગેનો શાલીનતાપૂર્ણ કાર્યક્રમ મુખ્યદાતા અને દાનવીર, સમાજ-રત્ન તેમજ પૂર્વ-ધારાસભ્ય શ્રી બાબુભાઇ દેસાઇના અધ્યક્ષસ્થાને સાર્થક રીતે યોજાઇ ગયો, જેમાં ઝાકધામના મહંતશ્રી ગણેશદાસબાપુ, શ્રી વિપુલ ભુવાજી-કાબોદરા, શ્રી વિક્રમ ભુવાજી-કમલીવાડા, શ્રી ચેતન ભુવાજી-કઠવાડા, બિલ્ડરશ્રી આનંદ દેસાઇ-મકતુપુર, ગોરસ અગ્રણીશ્રી જીતુભાઇ રાયકા-ગાંધીનગર, શ્રી જયરાભાઇ દેસાઇ-કરોલી, શ્રી રામજીભાઇ દેસાઇ-આંજણા, સેલેટેક્ષ ઓફિસરશ્રી ભુપેન્દ્રભાઇ દેસાઇ-સમૌ, ડીવાયએસપીશ્રી મનિષા બળદેવભાઇ દેસાઇ-કલ્યાણપુરા, શ્રી ભાવના નારણભાઇ દેસાઇ-કઠવાડા, શ્રી પ્રભાતભાઇ દેસાઇ-કાળી, મામલતદારશ્રી ઇશ્વરભાઇ દેસાઇ-ગાંધીનગર તેમજ શ્રી ગોવંદભાઇ દેસાઇ-મોડાસા, પ્રોફેસરશ્રી ડો. મોતીભાઇ દેસાઇ-સાદરા તેમજ શ્રી લાભુભાઇ દેસાઇ-પાટણ, એડવોકેટશ્રી બિપીનભાઇ દેસાઇ-શ્રી આશુતોષભાઇ દેસાઇ-શ્રી રાજેન્દ્રભાઇ દેસાઇ-શ્રી અશ્વિનભાઇ દેસાઇ-ગાંધીનગર, સમુહલગ્ન સમિતિના પ્રમુખશ્રી ઓધારભાઇ દેસાઇ-હાથરોલ સહિત સમાજના વિભિન્ન ક્ષેત્રના નામાંકિત વ્યકિત-વિશેષશ્રીઓ આ યજ્ઞરૂપી કાર્યક્રમમાં સહભાગી થયા હતા, જે પૈકી કેટલાકે વર્તમાન સમયમાં આ બહુહેતુક સંકુલનું મહત્વ અને આવનાર સમયને પારખી, આગળ વધવા માટે પોતાના વિચારો અને અનુભવો વ્યકત કર્યા હતા. આ તબક્કે ઉપસ્થિત સૌ સહભાગીઓને આવકારતાં એજયુકેશન ચેરીટેબલ ટ્ર્સ્ટના ઉપપ્રમુખ અને નિવ્રુત ડીએફઓશ્રી નાગજીભાઇ દેસાઇએ (હાથરોલ) સ્વાગત-પ્રવચન તેમજ સૌ પ્રત્યે આભારની લાગણી પ્રોફેસર શ્રી મનહરભાઇ દેસાઇએ (દોલપુર) વ્યકત કરી હતી. કાર્યક્રમનું સફળ-સંચાલન પોતાની આગવી-અનોખી શૈલીમાં ડો. ડી.બી. દેસાઇ – એડ્વોકેટ-ગુજરાત હાઇકોર્ટ – અમદાવાદ દ્રારા કરવામાં આવેલ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ સમાજના વિકાસલક્ષી કાર્યને હેતુયુકત અને સફળ બનાવવા માટે એજયુકેશન ચેરીટેબલ ટ્ર્સ્ટના પ્રમુખ અને નિવ્રુત જજશ્રી લીલાભાઇ દેસાઇ-જેનપુર, એડીશનલ કલેકટરશ્રી જગદીશભાઇ દેસાઇ-દલાની મુવાડી, મંત્રીશ્રી વાસુદેવભાઇ દેસાઇ-મહિયલ, નિવ્રુત ડીવાયએસપી પૈકી શ્રી રાજાભાઇ દેસાઇ-જેનપુર તેમજ શ્રી હિરાભાઇ દેસાઇ-ઓરણ અને શ્રી પ્રભાતભાઇ દેસાઇ-ગોરા, નિવ્રુત પીએસઆઇશ્રી અરજણભાઇ દેસાઇ-જેનપુર, શ્રી માવજીભાઇ દેસાઇ-બાઇની મુવાડી, શ્રી રામજીભાઇ દેસાઇ-લાલપુર, શ્રી સંજયભાઇ દેસાઇ-મહિયલ અને અમલીકરણ ટીમના તેમજ ટ્રસ્ટી-મંડળના તમામ સદસ્યશ્રીઓ તેમજ પ્રત્યેક ગામના સૌ સ્વયંસેવકોએ ખડે પગે રહીને, ખૂબ જ જહેમત ઉઠાવી હતી.
Home Uncategorized સાબરકાંઠા જિલ્લાના તલોદ મુકામે દાનવીરશ્રી બાબુભાઇ દેસાઇના અધ્યક્ષ-સ્થાને યોજાયેલ બહુહેતુક શૈક્ષણિક સંકૂલના...