ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાની રાષ્ટ્રીય વિરાસત સંસ્થા લોક્શાળા આંબલા ગૌશાળા અને સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ દ્વારા ગામના જરુરિયાત મંદ લોકોને કાળઝાળ ગરમીમાં પૃથ્વી પરનું અમૃત એવી છાશ વિતરણ કરાતાં બોહળી સંખ્યામાં લોકો છાશ કેન્દ્રનો લાભ લઈ રહયા છે. મફત છાશ વિતરણ કેન્દ્ર ૧૫ જુન ૨૦૨૨ સુધી ચાલુ રાખવામાં આવશે.આ મફત છાશ વિતરણ કેન્દ્રની વ્યવસ્થા ગૌશાળાના વ્યવસ્થાક શ્રીભાવેશભાઈ કરી રહ્યા છે.આ તકે સંસ્થાના નિયામક શ્રીસુરસંગભાઈ, આચાર્યશ્રી વાઘજીભાઈ કરમટિયા, વ્યવસ્થાપક શ્રી રાજુભાઈ વાળા વિશેષ ઉપસ્થિત રહી આ ભગીરથ કાર્યને બિરદાવી પ્રોત્સાહિત કરેલ.