બે વર્ષ બાદ ફરી બદ્રીનાથ ધામના કપાટ ખૂલ્યાં

57

બદ્રીનાથ ધામના રસ્તામાં ઘણી જગ્યાએ લેન્ડસ્લાઈડના ખતરાના કારણે ડેન્જર ઝોન પણ બનાવવામાં આવ્યા છે : મંદિરને ફુલોથી શણગારવામાં આવ્યું : ભક્તોનું ઘોડાપુર
હરીદ્વાર, તા.૭
બદ્રીનાથ ધામના કપાટ રવિવારે ૬.૧૫ વાગ્યે આમ શ્રદ્ધાળુઓ માટે ખોલી નાખવામાં આવ્યા છે. કોરાનાકાળમાં લગભગ બે વર્ષ પછી બદ્રીનાથ ધામના કપાટ આમ ભક્તો માટે ખોલી નાંખવામાં આવ્યા છે. હવે આગામી છ મહિના સુધી ભક્તો બદ્રી વિશાલના દર્શન કરી શકશે. આ પ્રસંગે બદ્રીનાથ ધામને ૧૨ ક્વિન્ટલ ફુલોથી શણગારવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં સમગ્ર દેશમાંથી આવેલા ભક્તોએ બદ્રી વિશાલના દર્શન કર્યા છે. આ પહેલા ૬ મેના રોજ કેદારનાથના કપાટને ખોલવામાં આવ્યું હતું. જોશીમઠ અને પાંડુકેશ્વરથી ડોલીમાં બદ્રીનાથ, કુબેર અને ઉદ્ધવને લાવવામાં આવ્યા પછી તેમને મંદિરમાં વિધિ-વિધાનની સાથે વિરાજમાન કરવામાં આવ્યા.
જોશીમઠ અને પાંડુકેશ્વરથી ડોલીમાં બદ્રીનાથ, કુબેર અને ઉદ્ધવને લાવવામાં આવ્યા પછી તેમને મંદિરમાં વિધિ-વિધાનની સાથે વિરાજમાન કરવામાં આવ્યા.
વહેલી સવારે ત્રણ વાગ્યે શરૂ થઈ કપાટ ખોલવાની વિધી રવિવારે સવારે ત્રણ વાગ્યાથી કપાટ ખોલવાની વિધી શરૂ થઈ હતી. શ્રી કુબેર જી બામણી ગામથી લક્ષ્મી દ્વારથી મંદિરમાં પહોંચ્યા. જ્યારે ઉદ્ધવ જીની ડોલીને મુખ્ય દ્વારમાંથી અંદર લાવવામાં આવી હતી. મુખ્ય પુજારીએ ગર્ભગૃહમાં પ્રવેશ કરીને માતા લક્ષ્મીને મંદિરમાં વિરાજમાન કર્યા હતા. તે પછી ભગવાનના સખા ઉદ્ધવજી અને દેવતાઓના ખજાનજી કુબેરજીને મંદિરના ગર્ભગૃહમાં વિરાજમાન કરવામાં આવ્યા. ડિમરી પંચાયતના પ્રતિનિધિઓ તરફથી ભગવાન બદ્રી વિશાલના અભિષેક માટે રાજમહેલ નરેન્દ્ર નગરથી લાવવામાં આવેલા તેલ કળશ(ગાડૂ ધડા)ને ગર્ભગૃહમાં સમર્પિત કરવામાં આવ્યો. કપાટ ખુલ્યા પછી ભક્તો મંદિરમાં પ્રગટાવવામાં આવેલી અખંડ જ્યોતિના સાક્ષી બન્યા હતા. આ પહેલા શનિવારે જોશીમઠના નૃસિંહ બદ્રી મંદિરમાં પૂજા પછી પૂજારીએ આરાધ્ય ગદ્દી અને ગાડૂ ધડાને બદ્રીનાથ ધામમાં લઈ જવાની અનુમતિ માંગી. આરાધ્ય ગદ્દીને મઠાંગનમાં શ્રદ્ધાળુઓના દર્શન માટે રાખવામાં આવી છે. મહિલાઓએ પુષ્પ વર્ષા કરીને મંગલ ગીત ગાયા હતા. ગઢવાલ સ્કાઉટના બેન્ડે ધુનની સાથે ગદ્દી, પૂજારી અને ગાડૂ ધડાને બદ્રીનાથ માટે રવાના કર્યા હતા. ઉદ્ધવ અને કુબેર શીતકાલીન પ્રવાસ સ્થળ પાંડુકેશ્વર પહોંચ્યા પછી લોકોએ ડોલી, પૂજારી અને ગાડુનું સ્વાગત કર્યું. મહિલાઓએ ઝુમેલો, દાંકુડી ચાંચડી નૃત્યુ કર્યું. સવારે પૂજારીએ પાંડુકેશ્વરના કુબેર અને ઉદ્ધવ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. ભગવાન બદ્રીનાથના કપાટ ખુલવા સુધીના તમામ અનુષ્ઠાનોમાં ગઢવાલ સ્કાઉટનું બેન્ડ મુખ્ય ભૂમિકા નિભાવે છે. જ્યાં-જ્યાં આ ડોલી જાય છે, તેની આગળ-આગળ બેન્ડ ચાલે છે.કેદારનાથ ધામના કપાટ ખુલતા પહેવા જોવા મળેલી અફરાતફરી બદ્રીનાથ ધામમાં ક્યાંય જોવા મળી નહોતી. તેનું કારણ એ છે કે તેની આસપાસ અને ૫૦ કિલોમીટરની રેન્જમાં લોકોને રહેવાની ઘણી સારી વ્યવસ્થા છે. ધામની નજીક સુધી ગાડીઓ જઈ શકે છે, જેના કારણે લોકોએ પગે ચાલીને જવું પડતું નથી. લોકો બદ્રીનાથ ધામથી ૩૦ કિલોમીટર દુર પાંડુકેશ્વર કે ૫૦ કિલોમીટર દૂર જોશીમઠથી આરામથી બદ્રીનાથ ધામ સુધી પહોંચી શકે છે. બદ્રીનાથ ધામમાં કોરિડોર બનવાનું કામ ચાલી રહ્યું છે. તેને વારાણસીના વિશ્વનાથ ધામ જેવું બનાવવામાં આવશે. તેની સાથે જ શહેરમાં માસ્ટર પ્લાન પર પણ કામ ચાલી રહ્યું છે. તમામ દુકાનોને તોડવામાં આવી રહી છે. પ્રથમ ફેઝમાં ૨૯ દુકાનો અને હોટલોને તોડવામાં આવી છે. બદ્રીનાથ ધામના રસ્તામાં ઘણી જગ્યાએ લેન્ડસ્લાઈડના ખતરાના કારણે ડેન્જર ઝોન પણ બનાવવામાં આવ્યા છે. જોશી મઠથી બદ્રીનાથની વચ્ચે લગભગ ૫૦ કિલોમીટરના રસ્તામાં ઘણા લેન્ડસ્લાઈડ ઝોન છે. યાત્રાની સિઝન શરૂ થઈ ગઈ છે. જોકે હજી સુધી ડેન્જર ઝોનને સુરક્ષિત બનાવી શકાયો નથી. જોકે વિવિધ જગ્યાએ હજ પણ કામ ચાલી રહ્યું છે. જોકે વચ્ચે ઘણી જગ્યાઓ પર સારા રોડ બનીને તૈયાર છે, જેની પર ગાડીઓ ઝડપથી પસાર થતી દેખાય છે. બાબા બદ્રીનાથના મંદિરથી ત્રણ કિલોમીટર દુર દેશનું અંતિમ ગામ માન આવેલું છે. ભારે ઠંડીના કારણે અહીં લોકો વર્ષના માત્ર છ મહિના જ પોતાના ગામમાં રહી શકે છે. કપાટ બંધ થવાની સાથે જ આ લોકો ગોપેશ્વર જતા રહે છે. બદ્રીનાથ ધામમાં જબરજસ્ત વીજળી કાપ છે. લોકોનું કહેવું છે કે અહીં આખો દિવસ વીજળી ગુલ રહે છે. મોબાઈલ ફોન પણ ચાર્જ થઈ શકતા નથી. રાતે આઠ વાગ્યાની આસપાસ વીજળી આવી જાય છે. ઋષિકેશથી બદ્રીનાથ ધામ સુધીની સરકારી બસનું ભાડું સીધું જ બેગણું કરવામાં આવ્યું છે. પહેલા જે ભાડું ૫૫૫ રૂપિયા પ્રતિ યાત્રા હતું, તે યાત્રા શરૂ થવાની સાથે જ ૧૧૦૦ રૂપિયા કરવામાં આવ્યું છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleબંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન આસાનીએ જોર પકડ્યું